પોરબંદરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાંઆરોગ્ય વિભાગે મેલેરીયાના મચ્છરોની નાબૂદી માટે માર્ગદર્શન આપ્યું હતું. મચ્છરજન્ય રોગચાળો વધતા લોકોને જાગૃતિ માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.

મેલેરીયામુક્ત ગુજરાત-2022 અભિયાન અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા જુન માસમાં મેલેરીયા વિરોધી ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. માદા એનોફીલીસ મચ્છર દ્વારા મેલેરીયા રોગનો ફેલાવો થાય છે. ત્યારે મેલેરીયા નિયંત્રણ માટે માનવ સમુદાયમાંથી મેલેરીયાના પરોપજીવી જંતુ કાઢી જડમૂળમાંથી નાશ કરવા અને રોગનો ફેલાવો કરનાર મચ્છર ઉત્પતિસ્થાનો નાબુદ કરવા જુન માસ ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આરોગ્ય વિભાગે મેલેરીયાના મચ્છરોની નાબુદી માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

મેલેરીયાથી બચવા માટે શું કરવું ?

પીવાનાપાણી તથા ઘરવપરાશનું પાણી જેમાં ભરેલ હોય તે ટાંકી-ટાંકા, કોઠીને હવાચુસ્ત ઢાંકણા અથવા કાપડથી બંધ કરવા, પાણીની ટાંકી કોઠી તમામને દર અઠવાડીયે ખાલી કરી યોગ્ય રીતે સફાઈ કરવી, પાણીના ખાડા-ખાબોચીયાનો નિકાલ કરવો, મચ્છર ઉત્પતિ સ્થાનો શોધી મચ્છર ઉત્પન્ન થતા અટકાવવા, મેલેરીયા તાવના દર્દીએ આરોગ્ય કર્મચારી પાસે તુરંત બે ટીપા લોહીના જંતુ જણાય તો તાત્કાલીક પૂરેપૂરી સારવાર લેવા જિલ્લા આરોગ્ય અધિકારીએ અનુરોધ કર્યો હતો.

આરોગ્ય વિભાગે મેલેરીયાના મચ્છરોની નાબૂદી માટે આપ્યું માર્ગદર્શન, સફાઇ રાખવા અનુરોધ