• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરના વિંઝરાણાની સીમમાં હેલીકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડીંગ

પોરબંદરના વિંઝરાણાની સીમમાં હેલીકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડીંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરનાસમુદ્રમાં ખનિજતેલની શોધખોળ માટે હેલીકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે. ઘણા સમયથી એક ખાનગી કંપનીનું હેલીકોપ્ટર દરરોજ સમુદ્રમાં સર્વેની કામગીરી કરતું હોય છે.

હેલીકોપ્ટર આજે જામનગરથી પોરબંદર એરપોર્ટ તરફ આવી રહ્યું હતું ત્યારે અચાનક વાતાવરણમાં પલ્ટો આવી જતા હેલીકોપ્ટર એરપોર્ટ સુધી પહોંચી શકે તેમ હોય, કોઈ દુર્ઘટના ઘટે તે પહેલા પાયલોટે સાવચેતીપૂર્વક પોરબંદરના વિંઝરાણા ગામની સીમમાં હેલીકોપ્ટરે ઈમર્જન્સી લેન્ડીંગ કર્યું હતું. જો કે હેલીકોપ્ટરના લેન્ડીંગ દરમિયાન કોઈ અઘટીત ઘટના ઘટી હતી પરંતુ સીમ વિસ્તારમાં અચાનક ચાલુ વરસાદે હેલીકોપ્ટરનું તાત્કાલીક ઉત્તરાણ કરતા આસપાસના લોકોના ટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા. 20 મિનિટ સુધી હેલીકોપ્ટર ત્યાં સીમ વિસ્તારમાં રહ્યું હતું. પુન: હવામાન ધીરેધીરે સુધરવા લાગતા હેલીકોપ્ટર ફરીથી ઉડાન ભરીને એરપોર્ટ તરફ રવાના થયું હતું.

ખાનગી કંપનીના હેલીકોપ્ટર દ્વારા સર્વેની કામગીરી કરાઇ રહી છે, જેના માટે થઈ હેલીકોપ્ટરમાં પાયલોટ સહિત કુલ 5 લોકો સવાર હતા. હવામાન ખરાબ હોવાને કારણે હેલીકોપ્ટરને ઈમર્જન્સી લેન્ડીંગ સીમ વિસ્તારમાં કરવું પડ્યું હતું જેને કારણે કોઈ ઘટના ઘટી હતી. તસ્વીર-કપીલ પાંઉ

હેલીકોપ્ટરમાં 5 લોકો સવાર હતા

જામનગરથી પોરબંદર આવતી વખતે વરસાદ વિઘ્ન બન્યો

અન્ય સમાચારો પણ છે...