ટ્રક અને ડમ્પર અથડાતાં યુવાનને પગમાં ઈજા થઇ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાણાવાવ-આદિત્યાણાસિમેન્ટ ફેક્ટરી રોડ ઉપર એક ટ્રકચાલકે પોતાનો ટ્રક પૂરઝડપે ચલાવી ડમ્ફર સાથે અથડાવતા અકસ્માત સર્જાયો હતો અને ડમ્ફરચાલક યુવાનને પગમાં ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. પોલીસે ટ્રકચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધી હતી.

પોરબંદરમાં જ્યુબેલી ગુરૂકુળના ગેઈટની બાજુમાં રહેતો માલદે કેશુ ભુતિયા નામનો યુવાન ડમ્ફર નં. જીજે 25 ટી 9197 લઈ રાણાવાવ-આદિત્યાણા ફેક્ટરી રોડ ઉપર જતો હતો. તે દરમિયાન ગોવિંદ મેપા ડોડીયા નામના શખ્સે પોતાનો ટ્રક નં. જીજે 25 ટી 6364 પૂરઝડપે ચલાવી યુવાનના ડમ્ફર સાથે અથડાવતા માલદેને પગમાં ઈજા પહોંચી હતી. આથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

રાણાવાવ સિમેન્ટ ફેક્ટરી નજીક

ડમ્ફરચાલકે ટ્રકચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી

અન્ય સમાચારો પણ છે...