તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોસા ગામે મહિલા ઉપર દંપતિનો હુમલો, ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનાગોસા ગામે રહેતા દેવીબેન કેશુભાઈ ઓડેદરા નામની મહિલાના ઘર પાસેથી અરજન કરશન ઓડેદરા નામનો શખ્સ નશો કરેલી હાલતમાં નીકળ્યો હતો અને મહિલાના દીકરાની સાયકલ ઘર પાસે પડી હોય, આથી નશાખોર શખ્સે તે સાયકલને ઉપાડી ખેતરમાં ફેંકી દીધી હતી. આથી મહિલાએ ‘તે શું કામ સાયકલ નાખી દીધી’ તેમ કહ્યું હતું અને બોલાચાલી થઈ હતી. બાદ અરજન કરશન ઓડેદરા અને મણકીબેન અરજન ઓડેદરા બન્ને દંપતિઓ લાકડી લઈને મહિલાને માર માર્યો તેમજ રોહિતને માર મારી માથાના ભાગે,આંગળીઓમાં ઈજા પહોંચાડી હતી.

નશાખોર શખ્સે કિશોરની સાયકલ ફેંકી દેતા બોલાચાલી થયા બાદ મામલો પોલીસ મથકે

અન્ય સમાચારો પણ છે...