તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરના કડીયાપ્લોટમાં જુગાર રમતી 3 મહિલા સહિત 4 ઝડપાયા

પોરબંદરના કડીયાપ્લોટમાં જુગાર રમતી 3 મહિલા સહિત 4 ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરજિલ્લામાં તહેવારો નિમીતે મોટી સંખ્યામાં જુગારીઓ જુગાર રમતા હોય છે, ત્યારે હજુ તો જન્માષ્ટમીના તહેવારને થોડા દિવસો રહ્યા છે તે પૂર્વે પોરબંદરમાં જુગારીઓએ જુગારધામ શરૂ કરી દીધા છે જેમાં શહેરના કડીયાપ્લોટ વિસ્તારમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે પોલીસે જુગારધામ ઉપર દરોડા પાડી જુગાર રમતી 3 મહિલા સહિત 4 ને ઝડપી લઈ સ્થળ ઉપરથી રોકડ રૂા. 3890 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. કડીયાપ્લોટ શેરી નં. 3 માં ચાલતા જુગારની બાતમીના આધારે પોલીસે જુગારધામ ઉપર દરોડા પાડી જુગાર રમતી રમાબેન બકુલ જાદવ, હંસાબેન લખમણ પરમાર, રેખાબેન કરણ કેશવાલા અને માધવજી ઉર્ફે મધુ દેવા પરમારને જુગાર રમતા ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રોકડ રકમ રૂા. 3890 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે 3 મહિલા સહિત 4 જુગારીઓ વિરૂદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોરબંદર જિલ્લામાં શ્રાવણ મહિનામાં વિપુલ પ્રમાણમાં જુગારીઓ જુગાર રમતા હોય છે ત્યારે હવે શ્રાવણ માસ પૂર્વે જુગારીઓ જુગાર રમતા શરૂ થઈ ગયા છે અને દિવસે ને દિવસે પોલીસ જુગારધામ ઉપર દરોડા પાડી જુગારીઓને ઝડપી લે છે.

પોલીસે સ્થળ પરથી રોકડ રૂા. 3,890 નો મુદ્દામાલ કબ્જે કર્યો

અન્ય સમાચારો પણ છે...