તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

5 કરોડનાં ટ્રાન્ઝેક્શનવાળું ડબ્બા ટ્રેડીંગ ઝબ્બે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાંછાનેખૂણે ધમધમી રહેલા ગેરકાયદેસર ડબ્બા ટ્રેડીંગ ચાલી રહ્યા છે ત્યારે પોલીસે ગેરકાયદેસર ડબ્બા ટ્રેડીંગ ઉપર દરોડા પાડવાનું શરૂ કર્યું છે. હાથી ટાંકી રોડ વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્ષમાં ચાલી રહેલા ગેરકાયદેસર ડબ્બા ટ્રેડીંગ પોલીસે ઝડપી પાડ્યું હતું અને બે શખ્સોને રૂા. 75 હજારની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા.

પોરબંદરના હાથી ટાંકી રોડ ઉપર આવેલા કુબેર પ્લાઝા કોમ્પ્લેક્ષમાં સ્માર્ટ ઈન્વેસ્ટ નામની ઓફિસમાં ગેરકાયદેસર ડબ્બા ટ્રેડીંગ ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે કમલાબાગના પી.આઈ. ડી.એસ. ગોહિલ સહિતના સ્ટાફે દરોડો પાડ્યો હતો અને ગેરકાયદેસર ડબ્બા ટ્રેડીંગ ઝડપી પાડ્યું હતું. સ્થળ ઉપરથી 23,000 ની કિંમતનો કોમ્પ્યુટર સેટ તેમજ રૂા. 75 હજારની રોકડ રકમ સાથે સમીર ગિરીશભાઈ પંડ્યા અને હિતેશ કાન્તીલાલ તકવાણી સહિતના બે વ્યક્તિઓને ઝડપી લીધા હતા. પોલીસ તપાસ દરમિયાન 5,02,14,130 નું ગેરકાયદેસર ટ્રાન્જેક્શન બહાર આવ્યું હતું. બન્ને શખ્સો સ્માર્ટ ઈન્વેસ્ટ નામની ઓફિસમાં ગેરકાયદેસર સ્ટોક એક્સચેન્જ ઉભું કરીને ગેરકાયદેસર રીતે શેરની લે-વેચ કરી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. ગેરકાયદેસર ડબ્બા ટ્રેડીંગમાં અન્ય કેટલાક શખ્સોના નામ બહાર આવશે તેવું પણ મનાય રહ્યું છે. પોરબંદરના ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાંથી ગેરકાયદેસર ડબ્બા ટ્રેડીંગ ઝડપાતા ભારે ચકચાર મચી જવા પામી છે. પોરબંદરમાં અગાઉ પણ ડબ્બા ટ્રેડિંગ પર પોલીસે દરોડો પાડી કાર્યવાહી કરી હતી. ત્યારે આજે ફરી પાંચ કરોડનું ટ્રાન્જેકશન વાળું ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું હતું.

પોલીસે ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગ કરતા બે શખ્સોને ઝડપી લીધા.

પોલીસે કઈ -કઇ કલમ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી કરી ω?

પોરબંદરમાંસ્માર્ટ ઈન્વેસ્ટમાંથી ગેરકાયદેસર ડબ્બા ટ્રેડીંગ ઝડપાયું છે જેમાં પોલીસે બે શખ્સો વિરૂદ્ધ ગુન્હો દાખલ કર્યો છે જેમાં ધી સિક્યુરીટી કોન્ટ્રાક્ટ (રેગ્યુલેશન) એક્ટ 1956 ની કલમ 19 અને 23 (1), બી.સી.ડી.ઈ.એફ.જી.એચ.આઈ. તથા આઈ.પી.સી. કલમ 406, 420 મુજબ ગુન્હો નોંધ્યો છે.

પોલીસે સ્થળ ઉપરથી કોમ્પ્યુટર સેટ અને રૂા. 75 હજારની રોકડ રકમ સાથે 2 શખ્સોને ઝડપી લીધા, વધુ અન્ય શખ્સોનાં નામ ખુલશે

પોરબંદરના હાથીટાંકી રોડ ઉપર કુબેર પ્લાઝામાં આવેલી સ્માર્ટ ઈન્વેસ્ટ નામની ઓફિસમાં સ્ટોક એક્ષ્ચેન્જ ઉભું કરાયું હતું

અન્ય સમાચારો પણ છે...