તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • વોઈસ ઓફ પોરબંદર કાર્યક્રમમાં 8થી લઇ 80 વર્ષનાં કલાકારોએ ગીતો ગાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વોઈસ ઓફ પોરબંદર કાર્યક્રમમાં 8થી લઇ 80 વર્ષનાં કલાકારોએ ગીતો ગાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરમાંજે.સી.આઈ. દ્વારા પોરબંદર ‘વોઈસ ઓફ પોરબંદર’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્પર્ધકોમાં 8 વર્ષથી 80 વર્ષ સુધીના લોકોએ ઉત્સાહભેર પોતાની કલા રજૂ કરી હતી.

‘વોઈસ ઓફ પોરબંદર’ કાર્યક્રમમાં 30 સ્પર્ધકોને ફાઈનલ કાર્યક્રમ માટે પસંદ કરવામાં આવ્યા હતા. જેમાં સિનીયર વિભાગમાં શ્યામ જોષી પ્રથમ ક્રમાંકે, દિવ્યેશ શાહ દ્વિતિય ક્રમાંકે અને વિભુતી વાળા ત્રીજા નંબરે વિજેતા બની હતી. જુનીયર વિભાગમાં ધૈર્ય પોપટ પ્રથમ નંબરે, મુનિર દલ બીજા નંબરે અને મૌલિક થાનકી ત્રીજા નંબરે વિજેતા બન્યા હતા. કાર્યક્રમના ઉદઘાટન સમારોહમાં આર્યસમાજના પ્રમુખ મોતીવરસ, ડિસ્ટ્રીક્ટ ટેબલ ટેનિસના પ્રમુખ રણછોડભાઈ શિયાળ, સલેટ ગૃપના કરશનભાઈ સલેટ, જે.સી.આઈ. પોરબંદરના પૂર્વ પ્રમુખ રામદેવભાઈ મોઢવાડીયા, જે.સી.આઈ. ના ઝોન ઉપપ્રમુખ લાખણશી ગોરાણીયા તથા શહેરના સામાજીક આગેવાન અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા જે.સી.આઈ. પોરબંદર પ્રમુખ સંજય કારીયા, સેક્રેટરી કલ્પેશ અમલાણી તથા તમામ સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

વિજેતા થયેલ ઉમેદવારોને સન્માનિત કરાયા. તસ્વીર- કે. કે. સામાણી

જૂના- નવા ગીતોની રમઝટ જામી

પોરબંદર શહેરમાં જેસીઆઇ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો