તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરમાં ઈન્ટર સ્કુલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરમાં ઈન્ટર સ્કુલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાંઈન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ મેચમાં સેન્ટ મેરી સ્કૂલ વિજેતા બની તેમજ બપોરના સમયે નવયુગ વિદ્યાલય તથા ગોઢાણીયા સ્કૂલ વચ્ચેની મેચમાં નવયુગ વિદ્યાલયનો વિજય થયો છે. તે ઉપરાંત તા. 10/9 ના રોજ પ્રથમ મેચ ભાવસિંહજી હાઈસ્કૂલ અને યાજ્ઞવલ્ક્ય વિદ્યાલય ગુજરાતી માધ્યમ વચ્ચે રમાઈ હતી જેમાં યાજ્ઞવલ્ક્ય વિદ્યાલયનો વિજય થયો હતો તેમજ બીજી મેચ એમ.ઈ.એમ. સ્કૂલ તથા ઓ.એન. મોઢા સ્કૂલ વચ્ચે મેચ રમાયેલ. તે ઉપરાંત ચમ સ્કૂલ વિજેતા બનેલ તેમજ બપોરે ભારતીય વિદ્યાલય અને જી.એમ. ચૌહાણ સ્કૂલ વચ્ચે મેચ રમાયેલ જેમાં ભારતીય વિદ્યાલય વિજેતા થયેલ છે.

ટુર્નામેન્ટના ઉદઘાટન પ્રસંગે પી.ડી.સી.એ. પ્રમુખ રણછોડભાઈ શિયાળ, રણજી ટ્રોફી ખેલાડી તથા કોચ રામભાઈ ઓડેદરા, પોરબંદર નગરપાલિકાના એક્ઝીક્યુટીવ કમીટીના ચેરમેન ચેતનાબેન તિવારી, ચીફ ઓફિસર હુદડ, રાજેન્દ્ર સંઘવી, રાજેન્દ્રસિંહ જાડેજા તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

બાળકોએ ઉત્સાહભેર મેચમાં ભાગ લીધો હતો. તસ્વીર- ભાસ્કર

વિવિધ ટીમે ભાગ લીધો

સ્વ. ઉદય કારાવદરાની સ્મૃતિમાં આયોજન કરવામાં આવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો