તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • કોલેજનાં છાત્રોને ભણવા સાથે કઇ રીતે આવક મળી શકે તે અંગે સેમિનાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોલેજનાં છાત્રોને ભણવા સાથે કઇ રીતે આવક મળી શકે તે અંગે સેમિનાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરમાંરોટરીક્લબ ઓફ પોરબંદર અને માધવાણી કોલેજના એન.એસ.એ. યુનિટના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ દ્વારા અભ્યાસની સાથે સાથે એલ.આઈ.સી. દ્વારા કઈ રીતે કોઈપણ જાતના રોકાણ વગર આકર્ષક આવક પ્રાપ્ત કરી શકાય તે અંગે તા. 7/9 ના રોજ માધવાણી કોલેજમાં સેમીનાર યોજાયો હતો, જેમાં સ્નાતક કક્ષાના 280 વિદ્યાર્થી ભાઈ-બહેનો -અનુસ્નાતક કક્ષાના 200 વિદ્યાર્થી ભાઈ-બહેનો હાજર રહ્યા હતા. રોટરી ક્લબ ઓફ પોરબંદર અને માધવાણી કોલેજના એલ.આઈ.સી. સેમીનારમાં સ્નાતક કક્ષાના આશરે 280 વિદ્યાર્થી ભાઈ-બહેનો તથા બીજા ચરણમાં અનુસ્નાતક કક્ષાના આશરે 200 વિદ્યાર્થી ભાઈ-બહેનો હાજર રહ્યા હતા જેમાં એલ.આઈ.સી. અંગેની માહિતી એજન્ટ કઈ રીતે બની શકાય, એજન્ટ બન્યા બાદ કઈ રીતે આવક પ્રાપ્ત થાય તેમજ તે સમાજને કઈ રીતે ઉપયોગી થાય તે અંગેની સચોટ અને રસપ્રદ માહિતી પોરબંદર એલ.આઈ.સી. ના બ્રાન્ચ મેનેજર ભરતભાઈ ઠાકુર, સહાયક વહીવટી અધિકારી લલીતભાઈ ચુડાસમા તથા વિકાસ અધિકારી નરેશભાઈ લાખાણીએ આપેલી. કાર્યક્રમને સફળ બનાવવા માટે રોટરી ક્લબ ઓફ પોરબંદરના પ્રમુખ તેમજ કોલેજના અધ્યાપક અશ્વિન સવજાણી, એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર બી.બી. મકવાણા, ડી. એસ. પટેલે જહેમત ઉઠાવી હતી.

વિવિધ યોજનાઓનું જ્ઞાન મેળવ્યું હતું. તસ્વીર- કે. કે. સામાણી

મોટી સંખ્યામાં છાત્રોની ઉપસ્થિતી

પોરબંદરમાં એલઆઇસી ઓફ ઇન્ડિયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો