તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • શહેરમાં ખારવા સમાજની જનતા રેઇડ, પ્લાસ્ટીકની પ્યાલીનો જથ્થો એકઠો કર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરમાં ખારવા સમાજની જનતા રેઇડ, પ્લાસ્ટીકની પ્યાલીનો જથ્થો એકઠો કર્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્લાસ્ટીકનીપ્યાલીમાં ચા પીવાથી કેન્સર સહિતના રોગનો ભય રહે છે ત્યારે પોરબંદરમાં ખારવાસમાજ દ્વારા એક જાગૃતતા અભિયાનના ભાગરૂપે અગાઉ ખારવાવાડ વિસ્તારમાં ચા ની કેબીન, રેકડી કે દુકાનદારો વાપરતા હોય ત્યારે પ્લાસ્ટીકની પ્યાલી વાપરતા હોય તો તેનો ઉપયોગ કરવા અપીલ કરી હતી તેમ છતાં ચા ના કેટલાક ધંધાર્થીઓ પ્લાસ્ટીકની પ્યાલીનો ઉપયોગ કરે છે તેવું ધ્યાન ઉપર આવતા ખારવાસમાજના વાણોટ સુનિલભાઈ ગોહેલ તેમજ પંચ-પટેલો સહિતના આગેવાનોએ ચા નો વ્યવસાય કરતા ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ હાથ ધરીને 5000 જેટલી પ્યાલીઓ એકત્રીત કરી હતી અને ત્યારબાદ તેનો નાશ કર્યો હતો.

ખારવાસમાજના વાણોટ સુનિલભાઈ ગોહેલે એવું જણાવ્યું હતું કે, પ્લાસ્ટીકની પ્યાલીમાં ચા પીવાને કારણે લોકો કેન્સર જેવા રોગોનો ભોગ બનતા હોય છે ત્યારે ખારવાસમાજ દ્વારા જાગૃતતા દાખવીને ચા ના ધંધાર્થીઓ પ્લાસ્ટીકની પ્યાલીઓનો ઉપયોગ કરે તે માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોરબંદર શહેરમાં મોટાભાગની ચા ની કેબીન અને લારીઓમાં પ્લાસ્ટીકની પ્યાલીઓનો બેફામપણે ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે નગરપાલિકાના શાસકો દ્વારા પણ ખાસ ઝુંબેશ હાથ ધરીને પ્લાસ્ટીકની પ્યાલીનો જે ઉપયોગ થાય છે તે બંધ કરાવવો જોઈએ તેવી માંગ પણ શહેરીજનો કરી રહ્યા છે.

વાણોટ અને પંચપટેલો દ્વારા ચા ની કેબીનમાંથી જથ્થો એકત્રીત કરાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો