તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • પોરબંદરમાં 5 વર્ષના પુત્રને સાથે લઇ પરિણીતા અઠવાડીયાથી ગુમ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરમાં 5 વર્ષના પુત્રને સાથે લઇ પરિણીતા અઠવાડીયાથી ગુમ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરનીપરિણીતા પોતાના 5 વર્ષના પુત્ર સાથે ગૂમ થઈ જતાં પરિવારજનોએ શોધખોળ આદરી છે, પરંતુ અઠવાડીયાથી કોઈ ભાળ નહીં મળતા પરિવારજનો ચિંતાતુર થઈ ગયા છે અને અંગે પોલીસને જાણ કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

પોરબંદરની સૌરાષ્ટ્ર કેમીકલ્સ ફેક્ટરીના બાલાજીનગર દંગામાં રહેતા કાનાભાઈ પંચાસરાની પત્ની મધુ તા. 5/9/16 ના તેમના 5 વર્ષના પુત્ર જીજ્ઞેશને લઈ ક્યાંક ગૂમ થઈ ગઈ છે. પતિ તેમજ પરિવારજનોએ શોધખોળ કરતા કોઈ ભાળ નહીં મળતતા પતિએ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં પત્ની ગૂમ થઈ ગયાની ફરીયાદ નોંધાવી હતી.

ગણેશ સ્થાપનમાં ગયેલી યુવતી પરત ફરી

પોરબંદર | પોરબંદર તાલુકાના બખરલા ગામે ગણેશ સ્થાપનમાં જવાનું કહી યુવતી ગૂમ થતાં પરિવારજનોએ પોલીસમાં ફરીયાદ કરી હતી. ચંદુભાઈ રતિભાઈએ પોતાની 21 વર્ષની દીકરી વૈશાલી મોટાબાપુને ત્યાં ગણેશ સ્થાપનામાં દર્શન કરવાનું જણાવી ઘરેથી નીકળી હતી. ત્યારબાદ પરત ફરતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. વૈશાલીના પિતા ચંદુભાઈની ફરીયાદના આધારે પોલીસે શોધખોળ હાથ ધરી હતી.

પતિ- તેમજ પરિવારજનોની શોધખોળ બાદ મળતા ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો