તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વોર્ડ નં. 9ની ગંદકી દૂર થતાં તા. 15ના આવેદનપત્ર અપાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરશહેરના વોર્ડ નં. 9 માં ગટર કચરાથી જામ રહેતી હોવાથી તેમજ સફાઈ કામદારો દ્વારા સફાઈ નહીં કરવામાં આવતા વિસ્તારમાં અસહ્ય ગંદકીને કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે તેની નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી છતાં કોઈ કાર્યવાહી નહીં થતાં મેમણવાડા, વીરડીપ્લોટ, મદીનાકોલોની, વણકરવાસ સહિતના વિસ્તારોની કોંગ્રેસના આગેવાન રામદેવભાઈ મોઢવાડીયાએ મુલાકાત લીધી હતી.

પોરબંદર શહેરના વોર્ડ નં. 9 માં મેમણવાડા, વીરડીપ્લોટ, ગાત્રાળમાતાજીના વિસ્તાર, જૂની ખડપીઠ, બરકાતી રેસીડેન્સી, મદીના કોલોની સહિતના વિસ્તારમાં ગટર કચરાથી જામ થઈ જતાં તેમજ સફાઈ કામગીરી દ્વારા સફાઈ કરવામાં નહીં આવતા વિસ્તારમાં ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે તેથી મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે જેના કારણે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળતા ગરીબ પરિવારના કુટુંબો માંદગીથી પીડાઈ રહ્યા છે. વિસ્તારમાં ગટર બ્લોક થતાં ઘણા લાંબા સમયથી ગટરની સફાઈ કરવામાં આવી નથી તેથી ગંદુ પાણી રસ્તા ઉપર આવતા કાદવ-કીચડનું સામ્રાજ્ય સર્જાયું હતું અને લોકોના માથા ફાટી જાય તેવી ગંદકી ફેલાઈ હતી જેની વારંવાર નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી હતી. છતાં નિંદ્રાધીન તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે કોંગ્રેસના આગેવાન રામદેવભાઈ મોઢવાડીયાએ વિસ્તારની મુલાકાત લીધી હતી. વહીવટીતંત્રને કુંભકર્ણ નિંદ્રામાંથી જગાડવા આગામી તા. 15 સપ્ટેમ્બરના 4 વાગ્યે હમીદાબેન, નિકીતાબેન, ફારૂકભાઈ, ઈસ્માઈલભાઈ, સાજણ મકવાણા, અરશી પાંડાવદરા સહિત કોંગ્રેસના અગ્રણી રામદેવભાઈ મોઢવાડીયાની આગેવાની હેઠળ રેલી યોજીને ચીફ ઓફિસરને આવેદન પાઠવવામાં આવશે.

શહેરનાં વિવિધ વિસ્તારોની પરિસ્થિતીની જાત તપાસણી કરી.

મેમણવાડા, વીરડીપ્લોટ, વણકરવાસ સહિતના વિસ્તારોની મોઢવાડીયાએ મુલાકાત લીધી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો