તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • જિલ્લામાં 70 ટકા મગફળીનો પાક નિષ્ફળ જતાં વળતર આપવા માંગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લામાં 70 ટકા મગફળીનો પાક નિષ્ફળ જતાં વળતર આપવા માંગ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરજિલ્લામાં વરસાદ ખેંચાતા તેમજ પાકમાં મુંડાનો ઉપદ્રવ વધતાં ખેડૂતોને 70 ટકા જેટલો બિયારણનો પાક નિષ્ફળ ગયો છે ત્યારે વળતર ચૂકવવા માંગ કરાઇ છે.

પોરબંદર તાલુકામાં ગયા વર્ષે ઓછા વરસાદના કારણે ખેડૂતોને પાક ઉત્પાદનમાં નિષ્ફળતા મળી હતી ત્યારે ચાલુ વર્ષે પોરબંદર જિલ્લાના ખેડૂતોએ ઉછીઉધારા કરી મોંઘાપાળુ બિયારણ અને ખાતર લઈ મગફળીનું વાવેતર કર્યું હતું. પરંતુ વર્ષે પણ વરસાદ ખેંચાયો છે ખેડૂતોને પાકની સિંચાઈ માટે પણ પૂરતું પાણી મળ્યું નથી. કુતિયાણા, રાણાવાવ પંથકમાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કર્યું છે ત્યારે મગફળીના પાકમાં મુંડાનો ઉપદ્રવ વધ્યો છે. પંથકમાં મગફળીના પાકમાં મુંડાનો ઉપદ્રવ વધતાં ખેડૂતોએ 70 ટકા જેટલી નુકસાની વેઠવી પડી છે તેથી ખેડૂતભાઈઓ ઉદાસીન બન્યા છે અને પાકમાં નિષ્ફળતા મળવાને કારણે વર્ષ કેમ પસાર કરવું તેની મુંઝવણ અનુભવી રહ્યા છે.

આમ, ખેડૂતોની દયનીય હાલત બની ગઈ છે જેથી પોરબંદર તાલુકા પંચાયતના પ્રમુખ વિરમભાઈ કારાવદરાએ કેબીનેટના મંત્રીને રજૂઆત કરી નિષ્ફળ ગયેલ પાકને નવી વડાપ્રધાન કૃષિયોજનામાં સમાવેશ કરવા રજૂઆત કરી હતી અને નિષ્ફળ ગયેલ પાકનું ખેડૂતોને વળતર ચૂકવવા માંગ કરી હતી.

પોરબંદર તાલુકા પંચાયતના પ્રમુખે રજૂઆત કરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો