તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • ઓવરબ્રીજનું નામ ડો. આંબેડકર આપવા દલિત સમાજની માંગણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓવરબ્રીજનું નામ ડો. આંબેડકર આપવા દલિત સમાજની માંગણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરનાનરસંગ ટેકરી વિસ્તારમાં ઓવરબ્રીજનું કામ પૂર્ણ થવા આવ્યું છે અને 2 ઓક્ટોબરના ઓવરબ્રીજનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. પોરબંદર નગરી એટલે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ તેમજ સુદામાપુરીના નામે વિશ્વભરમાં જાણીતું છે અને લોકો વિશ્વભરમાંથી પોરબંદરની મુલાકાતે આવતા હોય છે જેમાં પોરબંદરના નરસંગટેકરી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ઓવરબ્રીજનું કામ ચાલુ છે અને 2 ઓક્ટોબરના ઓવરબ્રીજનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. જેમાં પોરબંદર જિલ્લામાં સરકારી કચેરીઓ કે રોડના નામ સાથે ડો. બાબાસાહેબ આંબેડકરનું નામ ક્યાંય જોડાયેલું નથી. અગાઉ નવા એરપોર્ટના નિર્માણ વખતે પણ રાષ્ટ્રીય દલીત મહાસંઘે એરપોર્ટના નામને ડો. બાબાસાહેબ આંબેડકરનું નામ આપવા રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ રજૂઆત સાંભળવામાં આવી હતી. ત્યારે ફરી એક વખત પોરબંદરના નરસંગ ટેકરીમાં આવેલા ઓવરબ્રીજનું ખાતમુહૂર્ત થવાનું છે ત્યારે તેની સાથે બ્રીજનું ડો. બાબાસાહેબ આંબેડકર નામકરણ થાય તે માટે પોરબંદરના રાષ્ટ્રીય દલિત મહાસંઘના પ્રમુખ જેન્તીભાઈ કે. મકવાણા તેમજ પ્રદેશમંત્રી ભરતભાઈ વી. શીંગરખીયા સહિતના આગેવાનોએ ઓવરબ્રીજનું નામ ડો. બાબાસાહેબ આંબેડકર આપવા આવેદનપત્રમાં જણાવ્યું હતું.

રાષ્ટ્રીય દલિત મહાસંઘ દ્વારા અંગે તંત્રને આવેદન અપાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો