તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છાયા અને પાલખડા ગામે સાપે બે શખ્સોને દંશ દીધો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરજિલ્લામાં સર્પદંશમાં વધારો થયો હોય તેમ પોરબંદરના પાલખડા ગામે તેમજ છાયામાં સાપે બે ને દંશ દેતા સારવાર માટે પોરબંદરની હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. મુળ મધ્યપ્રદેશના અને હાલ પાલખડા ગામે વાડી વિસ્તારમાં રહેતી સુકલીબેન દેવાભાઈ ટમોર રોજીરોટી કમાવવા પોતાના કાકા-કાકી સાથે પાલખડા ગામના અરજનભાઈ જાંજાની વાડીએ કામ કરવા માટે આવી હતી. જેમાં સુકલી મગફળીના પાકમાં કામ કરતી હતી તે દરમિયાન સાપે દંશ દેતાં તાત્કાલીક સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી. તે ઉપરાંત પોરબંદરના છાયમાં રહેતો અજય દુર્લભ ખંઢેરાને ઝેરી જનાવર કરડી જતાં સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ ચોમાસુ પાકને લઈને ખેડૂતો અને ખેતમજુરો વાડી-ખેતરમાં કામ કરી રહ્યા હોય ત્યારે સરીસૃપના ઉપદ્રવને લઈને સર્પદંશના બનાવોમાં વધારો થયો છે.

પોરબંદર જિલ્લામાં સર્પદંશનાં કિસ્સામાં વધારો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો