• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરનાં વેપારી પાસે 8 ઇંચ લાંબી, પાંચ ઇંચ પહોળી બ્રિટીશ શાસનકાળની 10,000ની ચલણી નોટ ઉપલબ્ધ

પોરબંદરનાં વેપારી પાસે 8 ઇંચ લાંબી, પાંચ ઇંચ પહોળી બ્રિટીશ શાસનકાળની 10,000ની ચલણી નોટ ઉપલબ્ધ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર શહેરમાં અત્યારે 2000 રૂપીયાની નોટ ચલણમાં આવી છે. 2000 રૂપીયાની નોટ ચલણમાં આવતા જ છુટ્ટાની પળોજણ વધવા લાગી છે અને નાના વેપારીઓને પણ 2000ની નોટના કારણે છુટ્ટાની હાડમારીથી પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ ઈ.સ. 1946 માં અંગ્રેજોનું શાસન હતું ત્યારે બ્રિટીશ શાસનકાળ દરમિયાન 10,000 રૂપીયાની નોટ બહાર પાડવામાં આવી હતી. આ ચલણી નોટ 8 ઈંચ લાંબી, 5 ઈંચ પહોળી હતી અને ખાસ પ્રકારની નોટ બનાવવામાં આવી હતી જેમાં 2 વોટરમાર્ક આવતા હતા. ત્યારના સમયમાં બેરીસ્ટરો, મુનીમો અને ઉચ્ચ લેવલના અધિકારીઓ સહિત કોટ પહેરતા. કોટની અંદર લાંબુ ખિસ્સું હોય અને તેમાં 10,000 ની નોટ ઘડી વાળ્યા વગર સીધી રહી જાય તે માટે આટલી લાંબી બનાવેલ હોવાનું પોરબંદરના વેપારીએ જણાવ્યું હતું. કારણ કે 10,000 રૂપીયાની નોટ તે સમયમાં કોઈ સામાન્ય માણસ પાસે ન હતી. આ સમય દરમિયાન કાળું નાણું એટલે શું ω તે પણ કોઈ લોકોને ખબર ન હતી. બ્રિટીશ શાસન દરમિયાન બહાર પાડવામાં આવેલ 10,000 રૂપીયાની નોટ પોરબંદર શહેરના વેપારી અગ્રણી શૈલેષભાઈ ઠાકર પાસે હાલમાં ઉપલબ્ધ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઇ.સ. 1946માં બ્રિટીશ શાસન દરમિયાન 10,000 રૂપિયાની ચલણી નોટ શરૂ કરાઇ હતી.

એક જમાનામાં ભારત દેશની સૌથી મોટી ચલણી નોટ ગણાતી
એક જમાનાની ભારતમાં છપાયેલ 10 હજારની નોટ સૌથી મોટી નોટ હતી અને 10,000 થી વધુ મૂલ્યની નોટનું ક્યારેય પ્રિન્ટીંગ કરવામાં આવ્યું ન હતું તેવું વેપારી અગ્રણીએ જણાવ્યું હતું.

એન્ટીકનાં શોખીનોની નોટ જોવા લાઇનો લાગે છે
આધુનિક સમયમાં જુના જમાનાના ચલણ વિશે લોકોને જાણકારી મળી રહે તે માટે આ નોટ બતાવવામાં આવી હતી. એન્ટીકના શોખીન આ નોટ જોવા શૈલેષભાઈ ઠાકરની ઓફિસે પણ આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...