તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરના રાજમાર્ગો પર રામદેવજી મહારાજની ભવ્ય શોભાયાત્રા નિકળી

પોરબંદરના રાજમાર્ગો પર રામદેવજી મહારાજની ભવ્ય શોભાયાત્રા નિકળી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરશહેરમાં દિવેચા કોળી સમાજ દ્વારા રામદેવજી મહારાજ પ્રાગટ્ય મહોત્સવનું આયોજન કરાયું હતું જેમાં શહેરના રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. પોરબંદર શહેરમાં દિવેચા કોળી સમાજ દ્વારા રામદેવજી મહારાજના પ્રાગટ્ય મહોત્સવનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિવેચા કોળી જ્ઞાતિની વંડીથી શહેરમાં કોળીવાડ, બ્રાહ્મણ બોર્ડીંગ, મીલપરા રોડ, કડીયાપ્લોટ, રેલ્વે સ્ટેશન રોડ, જૂના ફૂવારા, લીમડા ચોક વગેરે રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. દિવેચા કોળી સમાજના પ્રમુખ અશોક બામણીયા, ભગવાન ચાવડા, ભરત બારીયા, મગન બામણીયા, લક્ષ્મણ બારીયા, મણીલાલ વાળાના નેતૃત્વમાં આયોજીત કાર્યક્રમમાં રાજ્યના કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા સહિત કોળી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તકે મોટી સંખ્યામાં હાજર રહેલ ભાઈ-બહેનોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો.

પ્રાગટ્ય મહોત્સવમાં મોટી સંખ્યામાં માનવમહેરામણ જોડાયું.

દિવેચા કોળી સમાજ દ્વારા રામદેવજી મહારાજ પ્રાગટ્ય મહોત્સવ યોજાયો

અન્ય સમાચારો પણ છે...