જિલ્લાનાં 72,000 બાળકોને પોલીયો રસીથી રક્ષિત કરાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરજિલ્લાના તમામ ગામો અને શહેરોને તા. 2 જી એપ્રિલ 2017 ને રવિવારના રોજ 0 થી 5 વર્ષની વયજુથના 72,000 જેટલા બાળકોને દરેક ગામે પોલીયોના 350 બુથ બનાવીને પોલીયોની રસી આપવામાં આવશે તેમજ છુટાછવાયા વિસ્તારોમાં પણ બાળકોને પોલીયોના ટીપાં પીવડાવાશે. જિલ્લામાં 350 જુથ ઉપર 72,000 જેટલા બાળકોને 37 મોબાઈલ જુથ, 11 પી.એચ.સી., 48 વાહનો અને આંગણવાડી, આશાવર્કરની બહેનો સહિત કુલ 1576 કાર્યકરો દ્વારા પોલીયોની રસી પીવડાવવામાં આવશે. પોલીયો નાબુદી અભિયાનમાં આપના નજીકના પોલીયોબુથ ઉપર બાળકોને લઈ જઈ પોલીયોની રસી અચૂક પીવડાવવા અને બાળકોને પોલીયોના રોગ સામે રક્ષણ આપવા બાળકોના માતા-પિતાને પોરબંદર જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એસ.કે. મોડે અનુરોધ કર્યો છે. આપના બાળકોને ગમે તેટલી વખત પોલીયો રસી પીવડાવવામાં આવેલી હોય તો પણ બાળક સામાન્ય બિમારી હોય તો પણ દિવસે ફરીથી પોલીયોની રસી અચૂક પીવડાવવી અને પોલીયો નાબુદી અભિયાનમાં જોડાવવું જેમાં જિલ્લાના 350 બુથ ઉપર 72,000 જેટલા બાળકોને પોલીયોની રસી આપવામાં આવશે અને કુલ 1576 જેટલા કાર્યકરો દ્વારા શહેરના મુખ્ય ગણાતા જેમ કે એસ.ટી. બસસ્ટેશન, નરસંગ ટેકરી વિસ્તાર, ઝુંપડપટ્ટી જેવા વિસ્તારોમાં જઈને 0 થી 5 વર્ષના બાળકોને પોલીયોના ટીપાં આપવામાં આવશે.

37 મોબાઈલ જુથ, 11 PHC, 48 વાહનો અને 1330 આંગણવાડી કાર્યરત

અન્ય સમાચારો પણ છે...