• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરમાં ખૂંટીયાનાં ત્રાસથી શહેરીજનો પરેશાન, આવેદન

પોરબંદરમાં ખૂંટીયાનાં ત્રાસથી શહેરીજનો પરેશાન, આવેદન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરશહેરમાં રેઢીયાળ પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે. અવારનવાર રાહદારીઓ અને વાહનચાલકોને હડફેટે લઈને ઈજા પહોંચાડે છે તેમ છતાં નગરપાલિકા દ્વારા આખલા પકડવાની કામગીરી હાથ ધરવામાં નહીં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરને રેઢીયાળ પશુઓના ત્રાસમાંથી મુક્ત કરવા માટે સોની અને કંસારા બજારના વેપારીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. શહેરના આમ તો મોટાભાગના વિસ્તારોમાં રેઢીયાળ પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે. જ્યારે આખલાઓ યુદ્ધે ચડે છે ત્યારે સાઈડમાં પાર્ક કરેલા વાહનોનો કચ્ચરઘાણ કાઢી નાખે છે. બે દિવસ પૂર્વે ખાખચોક વિસ્તારમાં 5 થી 6 મોટરસાયકલનો ખૂડદો બોલાવી દીધો હતો. ઉપરાંત ટ્રાફિકથી ધમધમતા સોનીબજાર વિસ્તારમાં પણ રેઢીયાળ પશુઓના આંટાફેરા જોવા મળી રહ્યા છે. અહીં પણ સોની વેપારીઓની દુકાનોના કાચ તોડવાના બનાવો સામે આવ્યા છે. રેઢીયાળ પશુઓનો ત્રાસ દૂર કરવા માટે વારંવાર સોની અને કંસારા બજારના વેપારીઓએ પાલિકાને રજૂઆતો કરી હતી તેમ છતાં કોઈ નિરાકરણ નહીં આવતા અંતે વેપારી ભાઈઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને શહેરને રેઢીયાળ પશુઓના ત્રાસમાંથી મુક્ત કરવાની માંગ કરી હતી.

પાલિકાને વારંવાર રજૂઆત, આખલા નહીં પકડતાં રોષ

અન્ય સમાચારો પણ છે...