તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરનાં લોકમેળાની નફાની રકમ પાલિકાએ આડેધડ વાપરી

પોરબંદરનાં લોકમેળાની નફાની રકમ પાલિકાએ આડેધડ વાપરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં સિનીયર સિટીઝને જિલ્લા કલેક્ટરને જાહેર હિતની અરજી કરી ગયા વર્ષે યોજાયેલ લોકમેળાના હિસાબની ચકાસણી ન થાય ત્યાં સુધી લોકમેળાની પરવાનગી નહીં આપવા માંગ કરી હતી.

પોરબંદરના સિનીયર સિટીઝન હેમેન્દ્રકુમાર પારેખે જિલ્લા કલેક્ટર કચેરીમાં જાહેર હિતની અરજી કરી એવું જણાવ્યું હતું કે ગયા વર્ષે શ્રાવણ માસ દરમિયાન શહેરમાં લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકમેળાની આવકની રકમ કરોડો રૂપીયાએ પહોંચી હતી. પરંતુ ગયા વર્ષે યોજવામાં આવેલ લોકમેળાના હિસાબ-કીતાબની ચકાસણી આજ દિવસ સુધી કરવામાં આવી નથી. આ રકમ નગરપાલિકાએ શહેરના વિકાસના કામો પાછળ વાપરવાની હતી. શહેરની સ્વચ્છતા પાછળ ગયા વર્ષે યોજાયેલ લોકમેળાની આવકની રકમ વાપરવાનું પણ આયોજન કર્યું હતું. પરંતુ કરોડો રૂપીયાની રકમમાંથી પાલિકાએ માત્ર થોડીક જ રકમ વાપરી છે. આમ ગયા વર્ષની આવકની રકમમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેથી જ્યાં સુધી ગયા વર્ષના હિસાબની રકમની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી લોકમેળાની પરવાનગી ન આપવામાં આવે તેવી ઉગ્ર માંગ પણ કરી હતી.

વિકાસના કામોને બદલે લાખો રૂપીયા કોન્ટ્રાક્ટ બેઈઝના કર્મચારીઓના પગાર પાછળ ખર્ચ્યા : આક્ષેપ
પોરબંદરમાં ગયા વર્ષે યોજાયેલ લોકમેળામાં થયેલ આવક વિકાસના કામો માટે વાપરવાની હતી જેના બદલે આ રકમ કોન્ટ્રાક્ટ બેઈઝ કર્મચારીઓના પગાર પાછળ ખર્ચવામાં આવ્યો હોવાનો આક્ષેપ પણ હેમેન્દ્રકુમાર પારેખે કર્યો હતો. આમ, પોરબંદરની પ્રજા સાથે હળાહળ અન્યાય થયો છે અને ગયા વર્ષે લોકમેળામાં જે પ્રકારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવી જોઈએ તે પ્રમાણે સુરક્ષા વ્યવસ્થા પણ ન હતી.

RTI હેઠળ મંગાઈ હતી માહિતી | પોરબંદર નગરપાલિકાએ ગયા વર્ષના લોકમેળામાં કેટલી આવક તથા ખર્ચ કર્યો હતો ? તે અંગેની માહિતી આર.ટી.લોકમેળાની આવક 1,53,41,430 રૂપીયા હતી અને આ રકમ નગરપાલિકાએ વિકાસના કામો માટે, શહેરની સ્વચ્છતા માટે વાપરવાની હતી. અા રકમમાંથી નગરપાલિકાએ 26,15,000 નો ખર્ચ કર્યો હતો. જ્યારે બાકીની રકમ ક્યાં-ક્યાં ખર્ચ કરી તેનો હિસાબ નહીં મળતા તેને લઈને પોરબંદરના સિનીયર સિટીઝને જિલ્લા કલેક્ટર કચેરીમાં જાહેરહિતની અરજી કરી છે.

પોરબંદરમાં ગયા વર્ષે જન્માષ્ટમીના તહેવાર પર યોજાયેલ લોકમેળામાં થયેલ આવકનો તમામ વ્યવહાર રોકડ રકમથી થયો હતો. રોકડ રકમથી વ્યવહાર થયો હોવાને કારણે મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો. જો ગયા વર્ષે આવકની રકમ બેન્ક મારફત ચલણથી સ્વીકારવામાં આવી હોત તો ભ્રષ્ટાચારનું પ્રમાણ પણ ઘટી શકત તેવું જણાવાયું હતું.

ગયા વર્ષે યોજાયેલા લોકમેળામાં થયેલી આવકની રકમમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
હિસાબની તપાસ કર્યા બાદ જ ચાલુ વર્ષના લોકમેળાની પરવાનગી આપવા માંગ કરાઈ
હવે પછી લોકમેળો યોજાય તો તેનું સંચાલન કલેક્ટર હસ્તક કરવા માંગ
લોકમેળામાં જે જગ્યાઓ ધંધાર્થીઓ માટે ફાળવવામાં આવતી હોય છે તે તમામ જગ્યાઓની ફાળવણી પાલિકા દ્વારા કરાઇ છે. ફાળવણી કલેક્ટર હસ્તક થઈ હોત તો ભ્રષ્ટાચાર અટકી શકત. હવે પછી જો લોકમેળો યોજાય તો પાલિકાના બદલે જિલ્લા કલેક્ટર હસ્તક જ તમામ આવકનું સંચાલન થવું જોઈએ તેવી પણ માંગ કરી હતી.

ગત લોકમેળામાં કરેલ 25 લાખના ખર્ચનો હિસાબ માંગ્યો

ગયા વર્ષે લોકમેળામાં પાલિકાએ 25 લાખ જેટલી માતબર રકમનો ખર્ચ કર્યો હતો. જેના પર સંપૂર્ણ તપાસ કરવા માંગ કરાઇ હતી. આ ખર્ચ ક્યા-ક્યા કામો પાછળ કરવામાં આવ્યો ? તેમના હિસાબ-કિતાબની ચકાસણી કરવા હેમેન્દ્ર પારેખે રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...