તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નશો કરેલી હાલતમાં 3 બાઈકચાલકો ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરના ખારવાવાડમાં રહેતો ભીખુ ઉર્ફે ગોગો પ્રેમજી મસાણી પોતાનું બાઈક કિં. રૂા. 20,000 નું ચલાવીને જતો હતો ત્યારે પોલીસે તેની અટક કરી તપાસ કરતા આ શખ્સ નશો કરેલી હાલતમાં મળી આવતા પોલીસે ઝડપી લીધો હતો. ખારવાવાડમાં રહેતો વિનુ કારા સાદીયા પોતાનું બાઈક જીજે 25 એફ 5799 કિંમત રૂા. 25,000 નું ચલાવીને જતો હતો ત્યારે પોલીસે અટક કરી ઝડપી લીધો હતો.

અન્ય એક બનાવમાં નટવરસિંહજી ક્લબ પાસે રહેતો કેવલ કિસા મકવાણા પોતાનું બાઈક નં. જીજે 25 આર 7293 ચલાવીને ખીજડીપ્લોટ પાસેથી પસાર થતા પોલીસે તેની અટક કરી તપાસ કરતા આ શખ્સ નશો કરેલી હાલતમાં મળી આવતા પોલીસે ત્રણેય શખ્સો વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...