તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • ડેપ્યુટી લેબર કમિશ્નરે કંપનીના સંચાલકો સાથે યુનિયનની બેઠકનું 2 જુલાઈએ આયોજન કર્યું

ડેપ્યુટી લેબર કમિશ્નરે કંપનીના સંચાલકો સાથે યુનિયનની બેઠકનું 2 જુલાઈએ આયોજન કર્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં ઓરીએન્ટ એબ્રેસીવ્ઝ કંપની બંધ થતા બેકાર બનેલ કામદારોના યુનિયન અને કંપનીના સંચાલકોની બેઠકનું આયોજન ડેપ્યુટી લેબર કમીશનરે કર્યું છે.

ઓરીએન્ટ એબ્રેસીવ્ઝ કંપની બંધ થતા 1200 થી વધુ મજુરોની રોજી-રોટી છીનવાઈ ગઈ છે. આ બાબતની જાણ જિલ્લા પંચાયતના પ્રમુખ નિલેષભાઈ મોરી, ભીમભાઈ ઓડેદરા વગેરેને થતા તેઓ કામદારોની મુલાકાતે ગયા હતા. ત્યારે રાજકોટથી ડેપ્યુટી લેબર કમીશનરને પણ બોલાવવામાં આવ્યા હતા. રાજકોટના ડેપ્યુટી લેબર કમીશનરે કંપનીના સુપરવાઈઝર સાથે વાતચીત કરી હતી ત્યારે કંપનીના સુપરવાઈઝરે એવું જણાવ્યું હતું કે અમારી કંપનીના ઉપરી અધિકારીઓ મુંબઈ ખાતે કંપનીના ઓનર અને મેનેજમેન્ટ વિભાગને મળવા માટે ગયા છે. ત્યારે ડેપ્યુટી લેબર કમીશનરે કંપનીના સંચાલકોને સોમવારના દિવસે રાજકોટ ખાતે કંપનીના યુનિયન સાથે બેઠક યોજવાનું જણાવ્યું હતું. લેબર કમીશનરે જિલ્લા પંચાયતના પ્રમુખની હાજરીમાં એવું જણાવ્યું હતું કે કંપનીના મેનેજમેન્ટ વિભાગે અમોને જાણ કર્યા વગર કંપની બંધ કરી દીધી છે. કંપની બંધ કરવા માટે 3 મહિના અગાઉ અમારી પરમીશન લેવી પડે છતાં પણ તેમણે પરમીશન લીધા વગર બિનકાયદેસર રીતે બંધ કરી દીધી છે. જેથી 1200 થી વધુ મજુરોને ન્યાય મળી રહે અને કંપનીના મેનેજમેન્ટ વિભાગ સાથે કામદારોના પ્રશ્નોનું નિરાકરણ થાય તેવા આશયથી આગામી તા. 2 જુલાઈના બપોરે 3વાગ્યે શ્રમ આયોગની કચેરી, મદદનીશ નિયામકની કચેરી રાજકોટ ખાતે બેઠકનું આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...