તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરમાં ભાગીદારે જ પેઢીને 1 કરોડનો ચુનો ચોપડ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં એક પેઢીમાં તેના જ ભાગીદારે 1 કરોડ 2 લાખ 19 હજાર 153 રૂપીયાની છેતરપીંડી-વિશ્વાસઘાત થયો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર જાગી છે.

પોરબંદરમાં નવા ફૂવારા પાસે એસ.પી. કચેરી પાછળ રહેતા દિલીપ રતનશી ખોરાવાના ભાગીદાર કાન્તી વેલજી જુંગી સુભાષનગર ટર્મીનલ ગેઈટ પાસે કે.કે. મરીન નામની ભાગીદારી પેઢી ધરાવતા હતા. કાન્તીભાઈ જુંગીએ કે.કે. મરીનની ખાખચોક ખાતે આવેલ બેન્ક ઓફ ઈન્ડીયામાંથી અલગ-અલગ તારીખે ચેક તથા રોકડેથી રૂપીયા 1 કરોડ 5 લાખ તથા પેઢીના પેટી કેશ એકાઉન્ટન્ટ ધીરેન શાહ પાસેથી 40 લાખ 54 હજાર 153 અને પેઢીને લગત મશીનરીનો માલસામાન ગેઈટ પાસમાં જણાવ્યા મુજબ 10 લાખ કુલ મળી 1 કરોડ 55 લાખ 54 હજાર 153 જેટલી રકમ પેઢીનાં એકાઉન્ટમાં જમા કરી હતી. બાકીના રૂપીયા બાબતે કાન્તીભાઈ એવું જણાવતા હતા કે પોતે બેંકમાં ભરી દેશે અથવા વર્કરોને આપી દેશે. પરંતુ આ રૂપીયા 1 કરોડ 2 લાખ 19 હજાર 153 જેટલી રકમ કાન્તીભાઈએ બેંકમાં પણ ભરી નહીં અને વર્કરોને પણ ન આપતા પોતાના અંગતઉપયોગ માટે બદદાનતથી પડાવી લઈ જતા દિલીપ ખોરાવા સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

આ પેઢી પર દેવું થતાં નવો ભાગીદાર બનાવ્યો
કે.કે. મરીનના કાન્તીભાઈ વેલજી જુંગીની પેઢી પર દેવું થયું હતું અને દેવું થતા કાન્તીભાઈએ દિલીપ ખોરાવાને ભાગીદારીની ઓફર કરી હતી. ભાગીદારીની દિલીપ અને અન્ય એક વ્યક્તિને ભાગીદાર તરીકે સામેલ કર્યા હતા તેવું તપાસનીસ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

પોતાની મિલ્કત ગીરવે મૂકીને ભાગીદાર બન્યા
કે.કે. મરીનના કાન્તીભાઈ જુંગીએ દિલીપ ખોરાવાને પોતાની પેઢીમાં ભાગીદારની ઓફર કરી હતી અને ભાગીદાર બનવા માટે અમુક રકમ નક્કી કરી હતી જેથી દિલીપ ખોરાવાએ પોતાની મિલ્કતને ગિરવે મૂકીને લોન લીધી હતી અને કે.કે. મરીન પેઢીમાં ભાગીદાર બન્યા હતા તેવું તપાસમાં જાણવા મળ્યું હતું.

બેન્કે 3 માસ પહેલાં જ પેઢીમાં નોટીસ ચીપકાવી
સુભાષનગર ટર્મીનલ ગેઈટ પાસે આવેલ કે.કે. મરીન ભાગીદારી પેઢીમાં બેન્ક ઓફ ઈન્ડીયાએ 14/3/18 ના રોજ નોટીશ ચીપકાવી દીધી હતી. જેમાં આ પેઢી પાસેથી 4 કરોડ 13 લાખ 63 હજાર 914 રૂપીયા લેવાના થાય છે. જે અંગેની નોટીશ ચીપકાવી છે. આગામી સમયમાં બેંક આ પેઢીને સીલ મારવાની કામગીરી પણ હાથ ધરશે તેવું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...