• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરમાં કમલાબાગથી નરસંગ ટેકરી તરફ જતો માર્ગ એકમાસથી વન વે કરાયો

પોરબંદરમાં કમલાબાગથી નરસંગ ટેકરી તરફ જતો માર્ગ એકમાસથી વન-વે કરાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાંકમલાબાગથી નરસંગ ટેકરી તરફ જતા માર્ગ પર છેલ્લા ઘણા મહિનાઓથી કામ ચાલી રહ્યું હોવાના કારણે એક માસથી હાઈવે વન-વે કરવામાં આવ્યો છે. માર્ગ વન-વે કરાતા અવારનવાર અકસ્માતો સર્જાતા હોવાથી તાત્કાલીક કામ પૂરૂ કરવા માંગ કરાઈ હતી. પોરબંદર શહેરમાં કમલાબાગથી નરસંગ ટેકરી તરફ જતા માર્ગ પર છેલ્લા ઘણા મહિનાઓથી ખોદકામ ચાલી રહ્યું છે ત્યારે એક માસથી ખોદકામ ચાલી રહ્યું હોવાના કારણે હાઈ-વે રોડ વન-વે કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા ગોકળગાયની ગતિએ ચાલી રહેલ કામ ચોમાસુ આવી ગયું હોવા છતાં પૂરૂ કરાયું હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત એકમાસથી રોડ વન-વે કરવામાં આવ્યો હોવાના કારણે અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાય છે, જેથી જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલીક કામ પૂરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી.

વન- વે રોડ કરાતા દરરોજ ટ્રાફિકની સમસ્યાથી વાહનચાલકો પરેશાન.

ચોમાસુ આવી ગયું છતાં ઘણા મહિનાથી ચાલી રહેલ કામ પૂરૂ કરાતા હાલાકી

માર્ગ વન-વે કરાતા અવારનવાર અકસ્માતો સર્જાતા હોવાથી તાત્કાલીક કામ પૂરૂ કરવા માંગ કરાઈ

અન્ય સમાચારો પણ છે...