• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરના છાયામાં કોળી સમાજ દ્વારા અષાઢી બીજની ઉજવણી કરાઈ

પોરબંદરના છાયામાં કોળી સમાજ દ્વારા અષાઢી બીજની ઉજવણી કરાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનાછાયા વિસ્તારમાં કોળીસમાજની વાડી ખાતે અષાઢી બીજની ઉજવણી કરાઈ હતી જેમાં શોભાયાત્રા ભજન-કીર્તન, મહાપ્રસાદી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

પોરબંદરના છાયા વિસ્તારમાં દર વર્ષની જેમ વર્ષે પણ બોઘાભાઈ પુંજાભાઈ ચાવડા કોળીસમાજની વાડી ખાતે અષાઢીબીજની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના રાજમાર્ગો પર રામદેવજી મહારાજની શોભાયાત્રા નીકળી હતી તથા મહાપ્રસાદીનો મોટી સંખ્યામાં ભાઈ-બહેનોએ લાભ લીધો હતો તેમજ રાત્રીના કિર્તન સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

તકે પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા, નગરપાલિકાના પ્રમુખ જીવાભાઈ ભુતિયા, રામભાઈ ઓડેદરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકા કોળીસમાજના પ્રમુખ ગીગાભાઈ ચાવડા વગેરે આયોજકોએ ભારે જહેમત ઉઠાવી હતી.

શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સમાજની મહિલાઓ જોડાઇ.

નાની બાળાઓએ કર્યા સામૈયા, શોભાયાત્રા, ભજન-કીર્તન સહિતના કાર્યક્રમ યોજાયા

અન્ય સમાચારો પણ છે...