• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરનાં જીનપ્રેસ વિસ્તારમાં જીવતા વીજવાયર સાથેનો વીજપોલ ધરાશાયી

પોરબંદરનાં જીનપ્રેસ વિસ્તારમાં જીવતા વીજવાયર સાથેનો વીજપોલ ધરાશાયી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરશહેરના જીનપ્રેસ વિસ્તારમાં સવારના સમયે જીવતા વિજવાયર સાથેનો એક વિજપોલ ધડાકાભેર ધરાશાયી થયો હતો, જેને પગલે ભારે નાસભાગ મચી ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ હતી પરંતુ નજીક પાર્ક કરેલા એક બાઈકને નુકસાન થયું હોવાનું જાણવા મળે છે. શહેરના જીનપ્રેસ શેરી નં. 1 માં ઘણા લાંબા સમયથી જર્જરીત હાલતમાં રહેલો વિજપોલ આજે સવારના સમયે ધરાશાયી થયો હતો. જીવતા વિજવાયર સાથેનો પોલ ધરાશાયી થયો હતો સમયે લોકોની અવરજવર નહીં હોવાથી કોઈ જાનહાનિ થઈ હતી પરંતુ વિજપોલ નજીક પાર્ક કરાયેલા મોટરસાયકલને નુકસાન થયું હતું. સ્થાનિકોએ ઘટનાને લઈને એવો આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, ઘણા લાંબા સમયથી વિજપોલ જર્જરીત હાલતમાં હતો અને બાબતે પી.જી.વી.સી.એલ. ને અવારનવાર રજૂઆતો કરી હતી, છતાં વિજપોલ બદલાવવામાં આવ્યો હતો જેને કારણે આજે પોલ ધરાશાયી થયો હતો. ઘટનાની જાણ થતા પી.જી.વી.સી.એલ. ના કર્મચારીઓ દોડી આવ્યા હતા અને તાત્કાલીક વિજસપ્લાય બંધ કરી ધરાશાયી થયેલ વિજપોલને દૂર ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.

સદનસીબે કોઈ જાનહાનિ નહીં, પરંતુ એક બાઈકનો બુકડો બોલી ગયો

અન્ય સમાચારો પણ છે...