Home » Saurashtra » Latest News » Porbandar » Porbandar - ચાલકે સવારે દારૂ ઢીંચીને રીક્ષા વીજ પોલ સાથે ભટકાવી દીધી

ચાલકે સવારે દારૂ ઢીંચીને રીક્ષા વીજ પોલ સાથે ભટકાવી દીધી

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 03:10 AM

દારૂબંધી કરનાર ગાંધીનાં ગામમાં દારૂડીયા પર તવાઈ ક્યારે ? ચાલકને ઈજા પહોંચતા 108 મારફતે સારવારમાં ખસેડાયો ...

  • Porbandar - ચાલકે સવારે દારૂ ઢીંચીને રીક્ષા વીજ પોલ સાથે ભટકાવી દીધી
    પોરબંદરમાં દારૂ પીવાવાળો વર્ગ સવારથી જ દારૂ પી ને બેરોકટોક નીકળી પડે છે. રવિવારે સવારે એક રીક્ષાચાલકે ચીક્કાર દારૂ ઢીંચીને રીક્ષા ચલાવી હતી અને આ રીક્ષા બે વખત અથડાઈ હતી. જેમાં ચોપાટી પાસે એક વીજથાંભલે રીક્ષા અથડાતા ચાલક ઘવાયો હતો અને ઘવાયેલ ચાલક લોહી નીતરતી હાલતમાં લથોડીયા ખાઈને બકબક કરતો હતો. આસપાસનાં યુવાને 108 ને બોલાવતા આ રીક્ષાચાલકને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.

    મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની 150 મા વર્ષની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગાંધીભૂમિમાં દરરોજ નશો કરેલી હાલતમાં શખ્સોને પોલીસ પકડી રહી છે. અને દારૂ સાથે પણ શખ્સો પકડાઈ રહ્યા છે પરંતુ હજુ પણ એવા શખ્સો જોવા મળે છે જે સવારથી જ દારૂનાં નશામાં ઘરની બહાર નીકળીને લથોડીયા ખાતા હોય છે અને આવા તત્વો સમાજમાં નિર્દોષ લોકોને પણ નુકસાન કરતા હોય છે. પોરબંદરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. એક રીક્ષાચાલકે સવારમાં દારૂ ઢીંચીને રીક્ષા ચલાવી હતી અને ચોપાટી પાસે લથોડીયા ખાતા ખાતા રીક્ષા અથડાતા બચી હતી. પરંતુ આ રીક્ષા ચાલકે ચોપાટી ખાતે હાથી ગ્રાઉન્ડ પાસે એક વીજથાંભલામાં રીક્ષા અથડાવી હતી. જેથી રીક્ષાનો આગળનો કાચ ટૂટી ગયો હતો અને રીક્ષાચાલકને મોઢામાંથી લોહી વહી જતું હતું. આ ઘટના સર્જાતા ચોપાટી આસપાસનાં યુવાનો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. 108 આવે તે દરમિયાન આ રીક્ષાચાલક દારૂના નશામાં બકબક કરતો હતો અને 108 આવતા લથોડીયા ખાતોખાતો એમ્બ્યુલન્સમાં બેસી ગયો હતો.

    ઘટનાને નજરે જોનાર યુવાનો શું કહે છે ω?

    નશો કરેલી હાલતમાં રીક્ષાને આડેધડ ચલાવીને ચાલકે ચોપાટી પાસે વીજથાંભલે રીક્ષાને ઠોકી દીધી હતી. તે ઘટનાને નજરે નિહાળનાર યુવાનોએ એવું જણાવ્યું હતું કે આ રીક્ષા બેફામ ચાલતી હતી અને થાંભલામાં ભટકાઈ હતી. ચાલકને ઈજા થતા અમે ત્યાં ગયા ત્યારે આ ચાલક બકબક કરતો હતો અને દારૂ બંધ થવો જોઈએ તેવું વારંવાર બોલતો હતો. આવા નશાખોર ચાલકો નિર્દોષ લોકોનો પણ ભોગ લઈ શકશે. આ તો સારૂં થયું કે આ નશાખોર રીક્ષાચાલકની વચ્ચે કોઈ બાળક કે નિર્દોષ વ્યક્તિઓ આવ્યા ન હતા. નહીંતર આ રીક્ષાચાલક તેને પણ હડફેટે લઈ લેત અને મોટી જાનહાનિ સર્જાઈ જાત.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ