• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં અંતે રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું

પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં અંતે રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનાખારવાવાડ વિસ્તારમાં ભૂગર્ભગટર યોજનાની કામગીરીને લઈને મોટાભાગના રસ્તાઓ બિસ્માર બની ગયા હતા, સામાન્ય દિવસોમાં પણ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. હાલ ખારવાસમાજ દ્વારા ચૈત્રી નવરાત્રીની ઉજવણી ચાલી રહી હોય પૂર્વે ખારવાસમાજના આગેવાનોએ રસ્તાના સમારકામની માંગ કરી હતી તેમ છતાં કામગીરી હાથ ધરવામાં નહીં આવતા અંતે નવીબંદર ખારવાજ્ઞાતિના પ્રમુખ મોહનભાઈ ભુતિયાએ કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયાને રજૂઆત કરી હતી અને તેમણે તુરંત નગરપાલિકાના શાસકોને ખારવાવાડ વિસ્તારમાં રસ્તાઓના સમારકામ માટે સુચના આપતા તાત્કાલીક વિસ્તારમાં ડામરથી પેચવર્ક કરીને રસ્તાઓ સમથળ કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા ખારવાસમાજમાં આનંદની લાગણી ફરી વળી છે.

શહેરનાં રસ્તાને સમથળ કરવામાં આવ્યા. તસ્વીર- કે.કે. સામાણી

ચૈત્રી નવરાત્રી નિમીતે રવાડી નિકળે અે પહેલાં રસ્તો સમથળ થઇ જતા આનંદની લાગણી

અન્ય સમાચારો પણ છે...