તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

PMનાં જન્મદિને શહેરમાં સ્વચ્છતા અભિયાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરશહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા દિનદયાળ ઉપાધ્યાયના જન્મદિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આગામી તા. 17 સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદીના જન્મદિવસે જિલ્લા તથા શહેરના ભાજપ કાર્યકરો દ્વારા હોસ્પિટલ, મોટાગાર્ડન, જાહેર સ્થળો, રેલ્વે સ્ટેશન, એસ.ટી. બસ સ્ટેશન સહિતના જન્મદિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત આગામી 25 સપ્ટેમ્બરના દિનદયાળ ઉપાધ્યાયના જન્મદિવસ નિમીતે જરૂરીયાતવાળા વિસ્તારમાં મેડીકલ કેમ્પ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમને સફળ બનાવવા મંડળના પ્રમુખ ખીમજી મોતીવરસ, ભુરા કેશવાલા, શૈલેષ જોષી, ભોજા જાદવ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જિલ્લા ભાજપના પ્રમુખ વિક્રમભાઈ ઓડેદરા, મહામંત્રી કપિલભાઈ કોટેચા, અશોકભાઈ મોઢા અને મનિષભાઈ જેઠવાએ એક યાદીમાં જણાવ્યું છે. આમ પ્રધાન મંત્રીનાં જન્મ દિવસે શહેરને રળીયામણું બનાવી તેઓને શુભકામનાં આપવામાં આવશે.

પોરબંદર શહેરમાં દિનદયાળ ઉપાધ્યાયજીનો જન્મદિન મેડીકલ કેમ્પ યોજી ઉજવાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

    વધુ વાંચો