પોરબંદરમાં મહિલા દાઝી, સારવાર દરમિયાન મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર શહેરમાં રહેતી મહિલા દાઝી જતા તેમને તાત્કાલિક સારવાર માટે જૂનાગઢ ખાતે ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજ્યું હતું. મહિલાના મોતને લઈને પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતુ. આ અંગે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત માહિતી મુજબ, પોરબંદરના જાગનાથ સોસાયટી ખોડીયાર પાર્ક પાસે રહેતા સંગીતાબેન દાનાભાઈ વેગડા (ઉ વ 39) નામની મહીલા તા. 5/1/2018 ના રોજ દાઝી જતા તેમને તાત્કાલિક સારવાર માટે જુનાગઢ જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન મહિલા સંગીતાબેનનું મોત નિપજ્યું હતું. મહિલાના મોતને લઈને પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ અંગે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...