• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • ચૌટા ગામે જમીન ખોદકામના મનદુ:ખમાં આધેડને માર માર્યો

ચૌટા ગામે જમીન ખોદકામના મનદુ:ખમાં આધેડને માર માર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુતિયાણા તાલુકાનાં ચૌટા ગામે જમીન ખોદકામનાં મનદુ:ખમાં આધેડને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ચૌટા ગામે રહેતા દિલીપભાઈ નાથાભાઈ મારૂ નામના આધેડને ગામના જ જયેશ ગોવિંદ સોલંકી નામના શખ્સે ગ્રામ પંચાયત હસ્તકની જમીનનું ખોદકામ કેમ બંધ કરાવ્યું તેમ કહી આધેને જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે અપશબ્દો બોલી અપમાનિત કરી, ભૂંડી ગાળો બોલી ઢીકા-પાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આથી દિલીપભાઈએ જયેશ વિરૂદ્ધ એટ્રોસિટી એક્ટ સહિતની ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદર જિલ્લામાં અવારનવાર જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવાના બનાવો સામે આવે છે અને જેમાં એટ્રોસિટી એકટ સહિતના ફરિયાદો નોંધાઈ છે.તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવતા ન હોવાને કારણે જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવાના બનાવોમાં વધારો થઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...