તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માધવપુરની હોટેલમાં CC TV નહીં લગાવતા ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનજીક આવેલા માધવપુર ચોપાટી પર મોટી સંખ્યામાં ધાબાઓ આવેલા હોય છે. ચોપાટી ઉપર ફરવા આવતા લોકો અવારનવાર ધાબાએ આવતા હોય છે ત્યારે ચોપાટી પર આવેલા એક ધાબામાં ધાબામાલિકે સીસી ટીવી કેમેરા નહીં લગાવતા પોલીસે તેમની વિરૂદ્ધ જાહેરનામા ભંગનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોરબંદરના ચીંગરીયા ગામે રહેતો નાગા અરજણ કોડીયાતર નામના શખ્સનો માધવપુર ચોપાટી પાસે જય માતાજી હોટેલ નામનો ધાબો આવેલો છે. ચોપાટી ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે અને ધાબાની મુલાકાતે આવતા હોય છે ત્યારે ધાબામાં કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે સીસી ટીવી કેમેરા રાખવામાં આવતા હોય છે પરંતુ નાગાએ પોતાના ધાબામાં સીસી ટીવી કેમેરા નહીં લગાવતા પોલીસે તેમની વિરૂદ્ધ જાહેરનામા ભંગનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માલિક સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો

અન્ય સમાચારો પણ છે...