તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • વંથલીનાં ખોરાસા ગામે તિરૂપતિ બાલાજી મંદિરે ગુરૂપૂર્ણિમા મહોત્સવ

વંથલીનાં ખોરાસા ગામે તિરૂપતિ બાલાજી મંદિરે ગુરૂપૂર્ણિમા મહોત્સવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વંથલી | વંથલીતાલુકાનાં ખોરાસા આહિર ગામે તિરૂપતિ બાલાજી મંદિરે ગુરૂપૂર્ણીમાં મહોત્સવ ઉજવવામાં આવેલ હતો. તિરૂપતિ બાલાજી દેવસ્થાન રામાનુજ સંપ્રદાયનું ગુજરાતની ગૌરવવંતી પીઠ છે અને હાલમાં છઠ્ઠા પીઠાધીપતિ સ્વામી શ્યામનારાયણાચાર્યજી બીરાજમાન છે જેમની શીષ્ય પરંપરા ખુબ બ્હોળી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન જેવા રાજયોમાં શિષ્યો વસે છે. ગોપાલ ઉપવનમાં પૂર્વ આચાર્યઓમાં પૂજન-અર્ચન ત્યારબાદ વર્તમાન આચાર્ય ચરણ પાદુકાની પૂજા, આરતી વિગેરે સંપન્ન થયેલ , જેમાં ખોરાસા , વેરાવળ, જામખંભાળીયા ,ધાવા ,ભોજદે,તાલાલા, માધુપુર,ભાવનગર, સુરત, અમદાવાદ, બવાડી , રાજકોટ ,જૂનાગઢ, પોરબંદર, કુંભડી સહિતનાં વિસ્તારોમાંથી શિષ્યસમુદાય ઉપસ્થિત રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...