તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદર-મુંબઈની ફ્લાઈટ શરૂ, 77 મુસાફરોએ સફર કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરપ્રવાસનક્ષેત્રે વિકસી રહ્યું છે ત્યારે દોઢ વર્ષ પૂર્વે પોરબંદર-મુંબઈ વચ્ચેની વિમાની સેવા વિરામ પામી હતી જેને કારણે પોરબંદરવાસીઓમાં ભારે નારાજગી જોવા મળી હતી. કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, ભાઈશ્રી રમેશભાઈ ઓઝા તેમજ પોરબંદરની ચેમ્બર ઓફ કોમર્સ સહિતની સામાજીક સંસ્થાઓના સહિયારા પ્રયાસોથી અંતે પોરબંદર-મુંબઈ વચ્ચે વિમાની સેવા શરૂ કરવામાં આવી છે. સ્પાઈસ જેટ દ્વારા આજે 10 મી જુલાઈથી પોરબંદર-મુંબઈ વચ્ચેની વિમાની સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં મુંબઈથી પોરબંદર આવેલી ફ્લાઈટમાં 78 મુસાફરોએ મુસાફરી કરી હતી જ્યારે પોરબંદરથી પ્રથમ ફ્લાઈટે ઉડાન ભરી તેમાં 77 મુસાફરો જોડાયા હતા. જેમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ પણ પ્રથમ ફ્લાઈટમાં મુસાફરી કરી હતી. એરપોર્ટ ખાતે યોજાયેલા સમારોહમાં જિલ્લા કલેક્ટર અશોકભાઈ કાલરીયા તેમજ એરપોર્ટ ઓથોરીટીના અધિકારી અનુપ ગુપ્તા, અધિક જિલ્લા કલેક્ટર મહેશ જોષી, પ્રાન્ત અધિકારી બાટી, પોરબંદર તાલુકા પંચાયતના પ્રમુખ વિરમભાઈ કારાવદરા, રાણાવાવ તાલુકા પંચાયતના પ્રમુખ નાનજીભાઈ, છાયા પાલિકાના પ્રમુખ જીવાભાઈ તેમજ કેબીનેટ મંત્રી બોખીરીયાના અંગત મદદનીશ નાગાજણભાઈ ઓડેદરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

દોઢ વર્ષ બાદ વિમાની સેવા શરૂ થતા લોકોમાં આનંદો

અન્ય સમાચારો પણ છે...