Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Porbandar » Porbandar - ભુવા નેસનો વિલેજ ડેવલોપમેન્ટ પ્લાનમાં સામેલ થવા છતાં શૌચખાડાનું કામ ન થયું

ભુવા નેસનો વિલેજ ડેવલોપમેન્ટ પ્લાનમાં સામેલ થવા છતાં શૌચખાડાનું કામ ન થયું

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 03:10 AM

પોરબંદરનાં બળેજ ગામનાં નેસ વિસ્તાર વિકાસના કામોથી વંચીત પ્રાથમિક સુવિધાના અભાવને લઈને મુખ્યમંત્રીને...

  • Porbandar - ભુવા નેસનો વિલેજ ડેવલોપમેન્ટ પ્લાનમાં સામેલ થવા છતાં શૌચખાડાનું કામ ન થયું
    બળેજ ગામનાં રબારી નેશ વિસ્તાર વિકાસના કામોથી વંચીત હોય અને પ્રાથમિક જરૂરીયાતોનો અભાવને કારણે લોકોમાં રોષ ફેલાયો છે.

    આઝાદીનાં 72 વર્ષે બળેજ ગામના ભુવા કેડા નેશ વિસ્તારમાં પાયાની સુવિધાનો અભાવ છે. આ વિસ્તારમાં પ્રાથમિક જરૂરીયાતો જેવી કે રોડ, ગટર, પાણી, લાઈટ અને આરોગ્યને લગતા વિકાસના કામો પણ થયા નથી કે અમલી કરવામાં પણ આવ્યા નથી. જેથી અલગ-અલગ પ્રશ્નોને લઈને બળેજ ગામનાં ગ્રામપંચાયતનાં સદસ્ય ડાયાભાઈ ભીમાભાઈ ઉલવાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને લેખિતમાં પત્ર પાઠવી રજૂઆત કરી હતી. પત્રમાં જણાવ્યું હતું કે 2015-16 નાં વિલેજ ડેવલોપમેન્ટ પ્લાનમાં ભુવા નેશનો સમાવેશ થયેલ હોવા છતાં કામ થયેલ નથી. 2017-18 માં વિલેજ ડેવલોપમેન્ટમાં રોડ અને શૌચખાડાનું કામ પણ થયેલ નથી. આ ઉપરાંત ગ્રામપંચાયતમાં આવતી ગ્રાન્ટો વસ્તીનાં આધારે આવતી હોવા છતાં ભુવાકેડા નેશ વંડા ફળીયામાં કોઈ વિકાસનું કાર્ય થયેલ નથી. આ વિસ્તાર ગંદકીથી ખદબદે છે. પાણીનો ગંભીર પ્રશ્ન છે. શૌચાલયો માત્ર કાગળો ઉપર જ બને છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending