તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Porbandar
 • કોડીનાર તાલુકાનાં સિંધાજમાં દીપડાએ મહિલાને કરી ઘાયલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોડીનાર તાલુકાનાં સિંધાજમાં દીપડાએ મહિલાને કરી ઘાયલ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કોડીનારનાંસિંધાજ ગામે દીપડાએ મહિલા પર હુમલો કરીને ઘાયલ કરી દેતા રા.ના.વાળા હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવી હતી.

મળતી વિગત મુજબ સિંધાજ ગામે બાલુભાઈ અરજણભાઈ જાદવની વાડીએ રહેતા પોરબંદરનાં કુછડી ગામના હેમીબેન ડાયાભાઇ રબારી (ઉ.વ.40) ઘેટા-બકરા પાળી ગુજરાન ચલાવતા હોય વાડીએ પરિવારનાં સભ્યો સૂતા હતા ત્યારે રવિવારનાં રાત્રીનાં 1.30 વાગ્યાની આસપાસ દીપડાએ આવીને હુમલો કરી દેતા હેમીબેનને કપાળ સહિતનાં ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.જો કે અન્ ઼લોકો જાગી જતા બુમાબુમ કરી મુકતા દિપડો ભાગી ગયો હતો. બાદમાં 108 દ્વારા હેમીબેનને રા.ના.વાળા હોસ્પીટલે સારવારમાં ખસેડવામાં આવેલ જ્યાં 12થી વધુ ટાંકા આવ્યા હતા. ઘટનાને પગલે આરએફઓ આઇ.એમ.પઠાણ, ભીખુભાઈ રાઠોડ તથા ઓઠકીયાભાઈ સહિતનાંએ પહોચી વાડી વિસ્તારમાં પાંજરા ગોઠવી દીપડાને પકડવા કવાયત હાથ ધરી છે.

રા.ના.વાળા હોસ્પિટલે સારવારમાં ખસેડાઇ હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો