તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂઝ બ્રીફ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢ |જૂનાગઢ નજીકનાં ચોકી ગામ પાસે ઉબેણ નદી પર પુલ આવેલો છે. ચોમાસામાં પુલ ઉપર પાણી ભરાતા ગામ સંપર્ક વિહોણું બની જતું હતું. અંગે ગ્રામજનોએ અનેક વખત રજૂઆત કરી હતી.છતા ઉકેલ આવ્યો હતો. ત્યારે ગત લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીમાં ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. ચૂંટણી બાદ લોકોએ ધારાસભ્ય હર્ષદ રિબડિયાને રજૂઆત કરી હતી. ધારાસભ્યે તંત્રનું ધ્યાન દોર્યુ હતું. તંત્રએ કોઇ કાર્યવાહી કરતા ધારાસભ્યે મુદો વિધાન સભામાં ઉઠાવ્યો હતો. ધારાસભ્યની રજુઆતને લઇ સરકારે પુલ બનાવવા માટે રૂપિયા 3 કરોડ મંજૂર કરી દીધા છે. હવે નવો પુલ બનશે.

ચોકી ગામે ઉબેણ નદી ઉપર 3 કરોડનાં ખર્ચે નવો પુલ બનશે

પોરબંદરમાં જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતીની બેઠક

જૂનાગઢના સંતોએ ઉત્તરપ્રદેશના નવનિયુક્ત મુખ્યમંત્રીને શુભેચ્છા

ચોરવાડ નજીક આવેલા ઝુંડ ભવાની માતાજીનાં મંદિરે મુંબઇનાં સંગીતાબેન પારેખ અને પરિવારનાં સભ્યો લગ્નની માનતા કરવા અને નેવૈદ્ય ધરવા આવ્યા હતાં. તેમની સાથે જાણીતી ટીવી સીરીયલનાં નિર્માતા આસીત મોદીએ પણ ખાસ હાજરી આપી માતાજીને શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી. તકે તેઓ ચોરવાડ અને માતાજીનાં મંદિરનાં નૈર્સગીક વાતાવરણને નિહાળી અભિભુત થયાં હતાં.

ટીવી સીરીયલનાં નિર્માતાએ ઝુંડ ભવાનીનાં દર્શન કર્યા

જૂનાગઢ જેસીઆઇ મહિલા, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા શિશુમંગલ ખાતે આંગણવાડીના બહેનો અને શિશુમંગલની છાત્રાઓ માટે કાનૂની શિક્ષણ શિબીરનું આયોજન કરવામાં આવ્યું છે. તકે જિલ્લા મુખ્ય ન્યાયાધીશ ડી.ટી.સાેની, એડવોકેટ ઉપેન્દ્ર યાદવ, કિરીટ સંધવી, જયશ્રીબેન સંધવી દ્વારા કાયદાને લગતા જુદાં-જુદાં વિષયો પર જાણકારી આપવામાં આવી હતી. શિબિરમાં અમીષી ગાંધી, અરવિંદભાઇ સોની, યતિનભાઇ કારીયા, જયશ્રીબેન વેકરીયા, વિનીશા રાજપરા, પરી ખારોડ સહીતના સભ્યો હાજર રહ્યાં હતાં.

જૂનાગઢના શિશુમંગલમાં કાનૂની શિક્ષણ શિબિર યોજાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો