તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશી બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સ ઝડપાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરનાકીર્તિમંદિર પોલીસસ્ટેશનમાં શંકાના આધારે એક શખ્સને પોલીસે ઝડપી લઈ તલાશી લેતા તેમની પાસેથી દેશી બનાવટની સેમી ઓટોમેટીક પિસ્તોલ મળી આવતા પોલીસે શખ્સને ઝડપી લઈ પૂછપરછ કરતા પિસ્તોલ પૂરી પાડનાર શખ્સ વિરૂદ્ધ પણ પોલીસે ગુન્હો નોંધ્યો છે.

અંગેની પ્રાપ્ત વિગત મુજબ પોરબંદરના કીર્તિમંદિર પોલીસસ્ટેશનમાં દેવભૂમિ દ્વારકાના ખંભાળીયા તાલુકાના ચોખંડા ગામની આરબરડી ગામ, દેવળીયા સીમવાડી વિસ્તારમાં રહેતો જેઠા દેવરખી વસરા નામના શખ્સને શંકાના આધારે ઝડપી લઈ તલાશી લેતા તેની પાસેથી દેશી બનાવટની સેમીઓટોમેટીક પિસ્તોલ નંગ 1 કિં. રૂા. 15,000 મળી આવતા પોલીસે શખ્સની અટકાયત કરી હતી. પૂછપરછ દરમિયાન તેમણે એવી કબુલાત આપી હતી કે, હથીયાર ભારથ ગામે રહેતો સુનીલ ઉર્ફે સામત પાલા પાસેથી ખરીદ્યું હોવાનું જણાવ્યું હતું. પોલીસે બન્ને શખ્સો વિરૂદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ખંભાળીયાનાં આંબરડી ગામનાં શખ્સની તલાસી લેતાં અટક કરાઇ, કિર્તીમંદિર પોલીસમાં ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો