તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફોગીંગ મશીન પાછળ અડધા લાખનો ધૂમાડો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરશહેરમાં જુની ગટરયોજના જર્જરીત બની ગઈ છે જેને કારણે અનેક વિસ્તારોમાં ગટરોના ગંદા પાણી રસ્તા ઉપર વહી રહ્યા છે અને લોકો પણ ત્રાહિમામ થઈ ઉઠ્યા છે. પાલિકા દ્વારા ગટરોની સફાઈ કરવામાં આવે છે પરંતુ હાલની સ્થિતિ ‘એક સાંધે ત્યાં તેર તૂટે’ જેવી છે. ગટરોના કારણે ખાસ કરીને સ્લમ વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે જેને કારણે મેલેરીયા જેવા રોગોનો પણ લોકો ભોગ બની રહ્યા છે. મચ્છરોના ઉપદ્રવને નાથવા માટે નગરપાલિકા દ્વારા ખાસ કોઈ પગલા લેવામાં આવતા નથી તેવા આક્ષેપો શહેરીજનો દ્વારા થઈ રહ્યા છે.

પોરબંદર નગરપાલિકા પાસે માત્ર બે ફોગીંગ મશીનો હતા. સમયાંતરે અને ખાસ કરીને ચોમાસાના સમયમાં જ્યારે મચ્છરોનો ઉપદ્રવ વધુ પડતો હોય ત્યારે ફોગીંગની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. શહેરનો વિસ્તાર ખૂબ મોટો હોય જેને કારણે ફોગીંગની કામગીરી કરવી કપરી બની હતી.

આથી નગરપાલિકાએ બે માસ પૂર્વે 50 હજારના ખર્ચે 10 જેટલા ફોગીંગ મશીનોની ખરીદી કરી હતી અને હાલ તે સ્ટોરરૂમમાં રાખી દેવામાં આવ્યા છે. શહેરમાં ગટરોના ગંદા પાણીને કારણે અનેક વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે ત્યારે ફોગીંગ મશીનનો ઉપયોગ ક્યા કારણોસર કરવામાં આવતો નથી.

લોકોના આરોગ્ય ઉપર ખતરો ઉભો થયો છે ત્યારે હજારો રૂપીયાના ખર્ચે ખરીદ કરવામાં આવેલા ફોગીંગ મશીન ધૂળ ખાઈ રહ્યા છે. પાલિકાએ અડધા લાખના ખર્ચે ફોગીંગ મશીનની ખરીદી કરી લીધી છે તેનાથી લોકો અજાણ છે.

પ્રજાના હિતને ધ્યાને લઈને પાલિકા લાખો રૂપીયાનો ખર્ચ કરે છે પરંતુ જે સાધનો ખરીદવામાં આવ્યા છે તેનો ઉપયોગ કરવામાં આવતો નથી જેને લઈને અનેક તર્કવિતર્કો શરૂ થઈ ગયા છે. શહેરના સ્લમ વિસ્તારમાં સાંજ ઢળતા મચ્છરોનું આક્રમણ જોવા મળી રહ્યું છે. આવા વિસ્તારોમાં ફોગીંગ મશીનથી કામગીરી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે.

લોકોનાં આરોગ્ય પર ખતરો અને ફોગીંગ મશીન સ્ટોરરૂમમાં રખાયા છે

બેદરકારી | પોરબંદરમાં જુની ગટરોના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો પણ પાલિકાએ વસાવેલા 10 ફોગીંગ મશીન ધૂળ ખાય છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો