તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરમાં અપમૃત્યુનાં બે બનાવો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરમાંઅપમૃત્યુંનાં બે બનાવ બનતા પરિવાજનોમાં શોકની લાગણી ફેલાઇ છે. પોરબંદરના ચુનાના ભઠ્ઠા પાસે રહેતા ગોપાલભાઈ બાબુભાઈ બારૈયા નામના આધેડ રાત્રીના 11 વાગ્યે તેમના ઘરે ઉપરના માળેથી પેશાબપાણી કરવા નીચે ઉતરતા હતા. તે દરમિયાન સીડી ઉપરથી પગ લપસી જતા તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને તાત્કાલીક સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. પરંતુ માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું. ગોપાલભાઈના મોતને લઈને પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અપમૃત્યુના અન્ય એક બનાવમાં પોરબંદરના ઓડદર ગામના સતીઆઈના મંદિર પાસે રહેતા અરશી વેજા ઓડેદરા નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાની વાડીએ ઝાડની ડાળી સાથે દોરડું બાંધી ગળાફાંસો ખાઈ લેતા તેમનું મોત નિપજ્યું હતું. યુવાને આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.

આધેડનો પગ લપસી જતા મોત : યુવાનનાે ગળેફાંસો ખાઈ આપઘાત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો