તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરના ખારવાવાડમાં બેઝબોલથી યુવાન પર હુમલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનાખારવાવાડ વિસ્તારમાં ગઈરાત્રીના જુના મનદુ:ખને લઈને યુવાનના ઘરે બે શખ્સો બેઝબોલના ધોકા સાથે ધસી આવ્યા હતા અને યુવાનને ઘરેથી ઢસડી જઈ ભુવાનવાડી ચોકમાં લઈ જઈ માર મારી ઈજા પહોંચાડતા યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.

ખારવાવાડ વિસ્તારમાં રહેતો દિપક હિરાલાલ મોતીવરસ નામનો યુવાન ગઈ રાત્રીના પોતાના ઘરે સુતો હતો તે દરમિયાન જુના મનદુ:ખને લઈને મિતેશ રણછોડ ગોહેલ અને આશિષ કિશોર મસાણી નામના બે શખ્સો તેમના ઘરે બેઈઝબોલના ધોકા સાથે ધસી આવ્યા હતા અને ભૂંડી ગાળો બોલી યુવાનને ઢસડી જઈ ભુવાનવાડી ચોકમાં લઈ જઈ ઢીકા-પાટુ અને બેઈઝબોલના ધોકા વડે હૂમલો કરી ઈજા પહોંચાડી હતી. અંગેની જાણ અન્ય વ્યક્તિને થતા યુવાનને બચાવાયો હતો તો બન્ને શખ્સો નાસી છૂટ્યા હતા. યુવાનને હાથ-પગમાં ઈજા પહોંચતા તાત્કાલીક સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. પોલીસે બન્ને શખ્સો વિરૂદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જુના મનદુ:ખને લઈ બે શખ્સોએ મારમાર્યો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો