તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમાન કામ સામે સમાન વેતનની માંગ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરમાંકરાર આધારીત આઉટસોર્સ કર્મચારીઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પગારવધારા, જોબ સિક્યોરીટી, પી.એફ., સમાન કામ સમાન વેતન સહિત પડતર પ્રશ્નોના નિવારણની માંગ કરી હતી. પોરબંદરમાં સરકારના વિવિધ વિભાગોમાં કરાર આધારીત ફરજ બજાવતા આઉટસોર્સ, રોજમદારોએ પડતર પ્રશ્નોના નિવારણ માટે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. જેમાં કર્મચારીઓના પગાર વધારવા, જોબ સિક્યોરીટી, પી.એફ. સહિત સમાન કામ સમાન વેતનની માંગ કરી હતી. ઉપરાંત એવું પણ જણાવ્યું હતું કે, રાજ્યસ્તરથી ગ્રામ્યસ્તર સુધી આઉટસોર્સ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે ત્યારે સરકારના મહત્વના કાર્યક્રમમાં ભીડ એકત્ર કરવા, યોજનાનો પ્રચાર કરવા, લાભાર્થી સુધી લાભ પહોંચાડવા સહિત મહત્વની કામગીરીનો બોજ રહેલ હોય ત્યારે સરકાર દ્વારા પગાર વધારવા, પી.એફ. જોબ સિક્યુરીટી સહિતના પ્રશ્નોનું નિવારણ કરવા માંગ કરી હતી.

પગાર વધારા, જોબ સિક્યોરીટીસહિતની માંગ. તસ્વીર- કે. કે. સામાણી

પોરબંદરમાં કરાર પર આધારીત આઉટસોર્સ કર્મચારીઓએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો