• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • બગવદર પંથકમાં વીજ સમસ્યાને લઇ કોંગ્રેસનાં PGVCL કચેરી ખાતે ધરણાં

બગવદર પંથકમાં વીજ સમસ્યાને લઇ કોંગ્રેસનાં PGVCL કચેરી ખાતે ધરણાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર તાલુકાના બગવદર ગામે પી.જી.વી.સી.એસ. વિભાગની કચેરી હેઠળ 42 જેટલા ગ્રામ્યપંથકના વીજફીડરોનો સમાવેશ થાય છે. વાડી વિસ્તાર તથા જ્યોતિગ્રામના વીજફીડરોમાં અવારનવાર વીજફોલ્ટ સર્જાઈ રહ્યો છે.

જવાબદાર તંત્ર પ્રી મોન્સુનની કામગીરી અંગે દાવા કરી રહ્યું છે પરંતુ હાલ વરસાદના છાંટા પડતા જ વીજકાપ સર્જાતો હોવાની ફરિયાદો ઉઠી છે. ઉનાળામાં પણ પ્રી મોન્સુનની કામગીરીના બહાને વારંવાર વિજકાપ મૂકવામાં આવ્યો હતો પરંતુ હાલ પ્રી મોન્સુનની કામગીરી કરવામાં જ આવી ન હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આમ, વીજળીની સમસ્યાને લઈને કોંગ્રેસના કાર્યકરોએ પી.જી.વી.સી.એલ. કચેરી ખાતે ધરણાં કાર્યક્રમ યોજ્યો હતો. મોટી સંખ્યામાં ખેડૂતોને સાથે રાખીને વારંવાર સર્જાતા વીજફોલ્ટ અંગે ઉગ્ર રજૂઆત કરી હતી. હાલ ચોમાસાની શરૂઆત થઈ હોવાથી તાત્કાલીક ધોરણે વીજળીની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...