પોરબંદર અને મોરાણા ગામમાંથી દેશી દારૂ ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર અને મોરાણા ગામે પોલીસને મળેલી ચોક્કસ બાતમીનાં આધારે રહેણાંક મકાનમાં દરોડો પાડી દેશી દારૂનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોરબદરમાં બોખીરા, કોટેશ્વર મંદિર સામે ખાડીકાંઠે પુંજા ભુરા ચાવડાના રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી મકાનમાંથી દેશી દારૂ લીટર 14 કિંમત રૂ. 280 તથા દેશી દારૂ બનાવવાનો આથો લીટર 100 કિંમત રૂ. 200 અને આથો ભરેલ કેન નં. 5 કિંમત રૂ. 100 કુલ મળી 580 નો મુદ્દામાલ કબ્જે કરી ગુન્હો નોંધી આરોપીને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત પોરબંદરના મોરાણા ગામે ગૌશાળા પાસે રહેતા શાંતિબેન વશરામ ધૂતના રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી મકાનના રસોડામાં દેશી દારૂ લીટર 8 કિંમત રૂ. 160 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...