• Gujarati News
  • Local
  • Gujarat
  • Porbandar
  • પ્રિન્સિપાલ પાસેથી 2 શખ્સોએ સોનાની વીંટી ઝૂંટવી, ફરિયાદ

પ્રિન્સિપાલ પાસેથી 2 શખ્સોએ સોનાની વીંટી ઝૂંટવી, ફરિયાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં શ્રીજી ધામ-4, ખાપટમાં રહેતા અને ચાણક્ય સ્કૂલમાં પ્રિન્સીપાલની ફરજ બજાવતા પંકજ રમણભાઈ પટેલ પોતાના બાઈકમાં સાંજના સમયે એ.સી.સી. ગ્રાઉન્ડ પાસેથી ઘરે જવા પસાર થતા હતા ત્યારે 2 અજાણ્યા શખ્સો પોતાના નંબર પ્લેટ વગરનું બાઈક લઈને ધસી ગયા હતા અને પ્રિન્સીપાલનું બાઈક રોકાવ્યું હતું અને જણાવેલ કે અમારે પેટ્રોલના રૂપીયા જોઈએ છે ત્યારે પ્રિન્સીપાલે પોતાના પાકિટમાંથી 200 રૂપીયા કાઢ્યા હતા. પરંતુ બન્ને શખ્સોએ કહ્યું કે 200 રૂપીયા નથી જોઈતા. તારા હાથમાં બે વીંટી છે તે કાઢીને આપી દે. અને જો રાડારાડી કરીશ તો પતાવી દઈશું તેવી ધમકી આપતા પંકજભાઈ ગભરાઈ ગયા હતા અને બન્ને શખ્સોએ પંકજભાઈનો હાથ પકડીને બે સોનાની વીંટી ઝૂંટવી અને રફૂચક્કર થઈ ગયા હતા. આ અંગે પંકજભાઈએ એવું જણાવ્યું હતું કે બન્ને અજાણ્યા શખ્સોએ મોઢા પર કપડું ઢાંક્યું હતું અને તેમનું બાઈક પણ નંબર પ્લેટ વગરનું અને ખખડેલી હાલતમાં હતું. બન્ને શખ્સો મજબુત બાંધાના હતા અને કાનમાં કડી પહેરેલી હતી. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુન્હો નોંધીને તેને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...