દેશી દારૂની હેરાફેરી કરતો બાઈક ચાલક ઝડપાયો

પોરબંદરમાં સીતારાનગર પાસેથી પોલીસે 31,040નો મુદ્દામાલ કબજે કર્યો

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:07 AM
Porbandar - દેશી દારૂની હેરાફેરી કરતો બાઈક ચાલક ઝડપાયો
પોરબંદરમાં સીતારામનગર રોડ પરથી દેશી દારૂની હેરાફેરી કરતા બાઈકચાલકને પોલીસે ઝડપી લીધો હતો. પોરબંદરમાં છાંયા વિસ્તારમાં રહેતો ભના નાગા ઓડેદરા પોતાનું બાઈક નં. જીજે 25 એમ 9311 ચલાવીને સીતારામનગર જાહેર રોડ પરથી પસાર થતા પોલીસે તેની અટક કરી તપાસ કરતા આ શખ્સનાં કબ્જામાંથી 52 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે તેને ઝડપી લીધો હતો અને બાઈક સહિત 31,040 નો મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછપરછ કરતા આ દારૂ છાંયામાં દરબારગઢ પાછળ રહેતો સહદેવ જેઠુભા જેઠવા માટે લાવ્યો હોવાની કબુલાત આપતા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

X
Porbandar - દેશી દારૂની હેરાફેરી કરતો બાઈક ચાલક ઝડપાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App