• Home
  • Saurashtra
  • Latest News
  • Porbandar
  • Porbandar - જીવનમાં નિયમિત વ્યાયામ અને યોગસાધના સારા સ્વાસ્થ્ય માટેની ચાવી ગણવામાં આવે છે

જીવનમાં નિયમિત વ્યાયામ અને યોગસાધના સારા સ્વાસ્થ્ય માટેની ચાવી ગણવામાં આવે છે

ભાસ્કર વિશેષ પોરબંદરની શાળામાં સામુહિક સ્વચ્છતા અભિયાન અંતર્ગત વાર્તાલાપ યોજાયો : સ્વચ્છતા ત્યાં પ્રભુતા...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:06 AM
Porbandar - જીવનમાં નિયમિત વ્યાયામ અને યોગસાધના સારા સ્વાસ્થ્ય માટેની ચાવી ગણવામાં આવે છે
દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સુત્રને સાર્થક કરવા માટે ગામડાઓ અને શહેરોમાં પ્રયાસો થઈ રહ્યા છે. ઘર તથા આંગણું ચોખ્ખું રાખી મહિલાઓ જો સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બને તો ચોક્કસપણે સ્વચ્છતા અભિયાન સફળ બને. પોરબંદર શહેરમાં સ્વચ્છતા અભિયાનને સાર્થક કરવા તાજેતરમાં જ સરકારી પ્રાથમિક શાળામાં સ્વચ્છતા અંગે વાર્તાલાપ યોજવામાં આવ્યો હતો. શારદા મંદિર સ્કૂલમાં સ્વચ્છતા ઝુંબેશના ભાગરૂપે વિશેષ ઉપસ્થિત રહેલા પોરબંદરના જાણીતા કેળવણીકાર ડો. ઈશ્વરભાઈ ભરડાએ બાળકોને ઉદબોધન કરતા જણાવ્યું હતું કે આધુનિક સમયમાં વિજ્ઞાન અને ટેકનોલોજી યુગમાં અનેક પ્રકારની દવાઓ-સુવિધાઓ વિપુલ પ્રમાણમાં હોવા છતાં મનુષ્ય સંપૂર્ણપણે સ્વસ્થ નથી. જેથી દિવસે ને દિવસે હ્રદયરોગ, ડીપ્રેશન, કેન્સર સહિત અનેક બિમારીઓ વધી રહી છે. આવી બિમારીઓ આપણા શરીરમાં ન આવે તે માટે પહેલેથી જ નિયમિત વ્યાયામ અને યોગ આવશ્યક છે. નિયમિત વ્યાયામ અને યોગસાધના જ સંપૂર્ણ સ્વાસ્થ્યની ચાવી છે. જાણીતા કેળવણીકારે સ્વચ્છતા અંગે ઉદબોધન આપી પોરબંદર શહેરમાં જન્મેલા મહાત્મા ગાંધીજીના સ્વચ્છતાના સ્વપ્નને સાકાર કરવા અનુરોધ કર્યો હતો. આ તકે સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત સામુહિક સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું.

X
Porbandar - જીવનમાં નિયમિત વ્યાયામ અને યોગસાધના સારા સ્વાસ્થ્ય માટેની ચાવી ગણવામાં આવે છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App