વિદેશી દારૂની 11 બોટલ સાથે શખ્સ ઝડપાયો, રાવ

પોરબંદર પોલીસનાં રહેણાંક મકાનમાં દરોડા

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:06 AM
Porbandar - વિદેશી દારૂની 11 બોટલ સાથે શખ્સ ઝડપાયો, રાવ
પોરબંદરમાં શિતલાચોક પાસેથી વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો અને પૂછપરછ દરમિયાન વધુ દારૂ એક રહેણાંક મકાનમાં હોવાની બાતમીનાં આધારે પોલીસે મકાનમાંથી વિદેશી દારૂ કબ્જે કર્યો હતો.

પોરબંદરમાં વિરડીપ્લોટમાં વણકરવાસમાં રહેતો વિવેક ઉર્ફે વિકી કાનજી મંગેરા ની અટક કરી તપાસ કરતા તેના કબ્જામાંથી વિદેશી દારૂની 1 બોટલ મળી આવતા પોલીસે તેને ઝડપી લીધો હતો અને આરોપીની વધુ પૂછપરછ કરતા શીતલચોક મંદિર પાછળ રહેતો ધર્મેશ ઉર્ફે જાકો લધુ ગોહેલનાં રહેણાંક મકાનમાં દારૂ હોવાની કબુલાત આપતા પોલીસે મકાનમાંથી વિદેશી દારૂ મળી આવતા પોલીસે કુલ 11 બોટલ વિદેશી દારૂ કિંમત રૂપીયા 5,120 નો મુદ્દામાલ કબ્જે કરી ધર્મેશ વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

X
Porbandar - વિદેશી દારૂની 11 બોટલ સાથે શખ્સ ઝડપાયો, રાવ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App