Home » Saurashtra » Latest News » Porbandar » Porbandar - પોરબંદરમાં PM નું 900 ચોરસ ફૂટનું પેઈન્ટીંગ 35 કલાક અને 14 મિનીટમાં તૈયાર કરાયું

પોરબંદરમાં PM નું 900 ચોરસ ફૂટનું પેઈન્ટીંગ 35 કલાક અને 14 મિનીટમાં તૈયાર કરાયું

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 03:06 AM

Porbandar News - પોરબંદરમાં નરેન્દ્ર મોદી વિચાર મંચ અને સૂરશ્રી કલ્ચર ક્લબ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના...

  • Porbandar - પોરબંદરમાં PM નું 900 ચોરસ ફૂટનું પેઈન્ટીંગ 35 કલાક અને 14 મિનીટમાં તૈયાર કરાયું
    પોરબંદરમાં નરેન્દ્ર મોદી વિચાર મંચ અને સૂરશ્રી કલ્ચર ક્લબ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વર્લ્ડ રેકોર્ડ બનાવવાના આશયથી પેઈન્ટીંગ ચિત્ર તૈયાર કરાયુ હતું. દેશના વડાપ્રધાનના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ રવિવારના દિવસે સાંજે 5 વાગ્યે ચોપાટી ગ્રાઉન્ડ ખાતે 30 x 30 = 900 ચોરસ ફૂટનું વેસ્ટેજ પ્લાસ્ટીક બબલ પેકેજીંગ પેપર ઉપર માર્કર પેનથી 35 કલાક અને 14 મિનીટના સમયમાં તૈયાર કરેલ પેઈન્ટીંગ ચિત્ર પ્રદર્શિત કરાયું હતું. આ ચિત્રના વર્લ્ડ રેકોર્ડ માટે 23 જેટલી કંપનીઓમાં નોમીનેશન થયું હતું. જીનીયસ વર્લ્ડ અને ઈન્ડીયા સ્ટાર સહિતના 2 વર્લ્ડ રેકોર્ડ પ્રાપ્ત થયા છે અને આજે તા. 17 સપ્ટેમ્બરના 3 જો વર્લ્ડ રેકોર્ડ પ્રાપ્ત કરશે. તસ્વીર: ઋષી થાનકી

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ