Home » Saurashtra » Latest News » Porbandar » Porbandar - પોરબંદર શહેરમાં ગણપતીજીને પહેરાવાયો સાફો, ચાંપણી, આંગણી, ફૂમકા સાથેનો ગામઠી પહેરવેશ

પોરબંદર શહેરમાં ગણપતીજીને પહેરાવાયો સાફો, ચાંપણી, આંગણી, ફૂમકા સાથેનો ગામઠી પહેરવેશ

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 03:06 AM

Porbandar News - ઉત્સવ ખારવાવાડ પંચહાટડી ખાતે ખેલૈયા ગણેશને જોવા લોકો ઉમટ્યાં, શિલ્પકારે નવરાત્રીને ધ્યાનમાં લઇ મૂર્તી...

  • Porbandar - પોરબંદર શહેરમાં ગણપતીજીને પહેરાવાયો સાફો, ચાંપણી, આંગણી, ફૂમકા સાથેનો ગામઠી પહેરવેશ
    પોરબંદરમાં એક શિલ્પકારે આગામી સમયમાં નવરાત્રી આવવાની હોવાથી નવરાત્રીને ધ્યાને લઈને ખેલૈયા ગણેશજીની મૂર્તિ બનાવી છે, આ મૂર્તિની ખારવાવાડ પંચહાટડી ખાતે સ્થાપના કરેલી છે જેનાં દર્શન કરવા લોકો ઉમટી પડે છે.

    પોરબંદરમાં પ્રખ્યાત શિલ્પકાર ભીમભાઈ કોટીયા અવનવા ગણેશજીની મૂર્તિ બનાવે છે. છેલ્લા 15 વર્ષથી આ શિલ્પકારે ગણેશ ચતુર્થીને લઈને અનેક મૂર્તિઓ બનાવી છે. હાલમાં ગણેશ ચતુર્થી બાદ નવરાત્રી આવી રહી છે અને નવરાત્રીમાં ખેલૈયાઓ મન મૂકીને રાસની રમઝટ બોલાવશે. ત્યારે નવરાત્રીને ધ્યાને લઈને શિલ્પકાર ભીમભાઈ કોટીયાએ ખેલૈયાનાં રૂપમાં ગણેશજીની મૂર્તિ બનાવી છે. આ મૂર્તિની પંચહાટડી ખારવાવાડમાં સ્થાપના કરવામાં આવી છે અને ખેલૈયારૂપી ગણેશજીને જોવા અને દર્શન કરવા લોકો ઉમટી રહ્યા છે.

    શું છે મૂર્તિની ખાસીયત ?

    ખારવાવાડ પંચહાટડી ખાતે ગણેશજીને ખેલૈયાનાં વસ્ત્રો પહેરાવવામાં આવ્યા છે. માથે સાફો અને ગામઠી પહેરવેશ, ચાંપણી, આંગણી, ફૂમકા સાથે છે. લોકો જુએ તો એમ જ લાગે કે વેલ્વેટનાં વસ્ત્રો પહેરાવ્યા છે. પરંતુ આ શિલ્પકારની કલરની ખૂબી છે. ગણેશજીને સાચા વસ્ત્રો નથી પહેરાવ્યા પરંતુ કલર જ એવો વાપર્યો છે કે લોકો આ મૂર્તિને જોઈને અભિભૂત થઈ રહ્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ